عَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إنَّ اللَّهَ تَجَاوَزَ لِي عَنْ أُمَّتِي الخَطَأَ وَالنِّسْيَانَ وَمَا اسْتُكْرِهُوا عَلَيْهِ».
[قال النووي: حديث حسن] - [رواه ابن ماجه والبيهقي وغيرهما] - [الأربعون النووية: 39]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».
-
આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે નીચે વર્ણવેલ ત્રણ સ્થિતિમાં અલ્લાહ તમારી ઉમ્મત પરથી ગુનાહ માફ કરી દીધા છે: પહેલી: ભૂલથી થવાવાળા ગુનાહ, અર્થાત્ એવા ગુનાહ જે ઇરાદાપૂર્વક કરવામાં ન આવ્યા હોય, ઉદાહરણ તરીકે એક મુસલમાન કંઈ કામ કરવાનો ઈરાદો કરે અને તેનાથી બીજું જ કંઈક થઈ જાય. બીજી સ્થિતિ: ભૂલચુકથી થઈ જનાર ગુનાહ અર્થાત્ કોઈ મુસલમાન કંઈક વાત યાદ તો હોય પરંતુ કરતા સમયે ભૂલી જાય, આવું થવા પર કોઈ ગુનોહ નથી. ત્રીજી સ્થિતિ: જબરજસ્તી કરવામાં આવતા ગુનાહ: ક્યારેક એવું થાય છે, માનવીને કોઈ એવું કામ કરવા પર મજબુર કરવામાં આવે, જેને તે કરવા ઇચ્છતો ન હોય, અને તેની પાસે માહોલનો મુકાબલો કરવાની પણ ક્ષમતા નથી હોતી, આવી પરિસ્થિતિમાં પણ તેના પર કોઈ ગુનોહ નથી. અહીંયા યાદ રાખજો કે આ હદીષનો સબંધ એવા ગુનાહથી છે, જે અલ્લાહ અને તેના બંદા વચ્ચે હોય, કોઈ અનિવાર્ય કાર્યને ભૂલી જવાથી તે કાર્યની ભરપાઈ થતી નથી, એવી જ રીતે કોઈ ભૂલથી કામ કરવા પર જો કોઈ સર્જનને નુકસાન પહોંચે, તો તેની ભરપાઈ કરવી પડશે, ઉદાહરણ તરીકે ભૂલથી કોઈનું કતલ થઈ જવું, તો તેની ભરપાઈ કરવી પડશે, એવી જ રીતે કોઈની ગાડીનું નુકસાન કરી દીધું, તો તેનો પણ દંડ આપવો પડશે.