+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَا أَبَا سَعِيدٍ، مَنْ رَضِيَ بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ نَبِيًّا، وَجَبَتْ لَهُ الْجَنَّةُ»، فَعَجِبَ لَهَا أَبُو سَعِيدٍ، فَقَالَ: أَعِدْهَا عَلَيَّ يَا رَسُولَ اللهِ، فَفَعَلَ، ثُمَّ قَالَ: «وَأُخْرَى يُرْفَعُ بِهَا الْعَبْدُ مِائَةَ دَرَجَةٍ فِي الْجَنَّةِ، مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ»، قَالَ: وَمَا هِيَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الْجِهَادُ فِي سَبِيلِ اللهِ، الْجِهَادُ فِي سَبِيلِ اللهِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1884]
المزيــد ...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ», તેના પર અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય થઈ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! આ વાતને ફરીવાર કહો, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક બીજો અમલ જેના કારણે અલ્લાહ બંદાના જન્નતમાં સો દરજ્જા બુલંદ કરે છે, દરેક બે દરજ્જા વચ્ચે એટલું અંતર છે, જેટલું અંતર આકાશ અને જમીન વચ્ચે», તેમણે કહ્યું: હે અલ્લાહના રસૂલ! તે અમલ કયો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1884]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન ધરાવશે, અને તે તેના પાલનહાર હોવા પર, ઇલાહ હોવા પર, માલિક હોવા પર, સરદાર પર તેમજ વયવસ્થાપક હોવા પર રાજી થઈ જશે, અને ઇસ્લામના દીન હોવા પર, ઇસ્લામના દરેક આદેશોનો દિલથી સ્વીકાર કરી અને તેણે રોકેલા કાર્યોથી સંપૂર્ણ રીતે બચતા, તેમજ પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવા પર, જે કંઈ તેમને આપવામાં આવ્યું અને આપણા સુધી તેમણે પહોચાડ્યું, (તેનો સ્વીકાર કર્યો) તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જશે, અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય સાથે કહ્યું: હે અલ્લાહના પયગંબર! ફરી એકવાર જણાવો, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર કહ્યું: મારી પાસે એક બીજો ગુણ છે, જેના કારણે અલ્લાહ જન્નતમાં બંદાના સો દરજ્જા વધારશે, પ્રત્યેક બે દરજ્જા વચ્ચે આકાશ અને ધરતી જેટલું અંતર હશે, અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે કયો ગુણ છે? હે અલ્લાહના રસૂલ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું.

હદીષથી મળતા ફાયદા

  1. જન્નતમાં પ્રવેશ માટે જરૂરી સ્ત્રોત માંથી છે કે અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવા પર ખુશ થઈ જવું.
  2. અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાની મહત્ત્વતા.
  3. જન્નતમાં યોદ્ધાના ઉચ્ચ દરજ્જાનું વર્ણન.
  4. જન્નતમાં અગણિત દરજ્જા છે, તેમજ અગણિત મંજિલો છે, તેમાંથી જિહાદ કરનારના સો દરજ્જા હશે.
  5. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાનું ભલાઈના કાર્યો જાણવા પ્રત્યે મોહબ્બત અને તેના દ્વાર તેમજ તેના સ્ત્રોત જાણવા માટેની ઉત્સુકતાનું વર્ણન.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ