عَنْ أَبَي قَتَادَةَ رضي الله عنه أنَّهُ طَلَبَ غَرِيمًا لَهُ، فَتَوَارَى عَنْهُ ثُمَّ وَجَدَهُ، فَقَالَ: إِنِّي مُعْسِرٌ، فَقَالَ: آللَّهِ؟ قَالَ: آللَّهِ؟ قَالَ: فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ سَرَّهُ أَنْ يُنْجِيَهُ اللهُ مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ فَلْيُنَفِّسْ عَنْ مُعْسِرٍ أَوْ يَضَعْ عَنْهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1563]
المزيــد ...
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તે પોતાના એક લેણદારને શોધી રહ્યા હતા, તો તે તેમને જોઈ સંતાઈ ગયા, ફરી તેમણે તેને શોધી કાઢ્યો, તો તેણે કહ્યું: હું અત્યારે પરેશાન છું, તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ? તેણે કહ્યું: અલ્લાહની કસમ, તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે:
«જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને મહેતલ આપે, અથવા (પોતાનું દેવું) માફ કરી દે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1563]
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ પોતાના એક લેણદારને શોધી રહ્યા હતા, અને તે તેમનાથી સંતાઈ રહ્યા હતો, ફરી તેમણે તેને શોધી કાઢ્યો, તો લેણદારે કહ્યું: હું નાદાર છું, અને તમારું દેવું ચૂકવવા માટે મારી પાસે પૈસા નથી.
તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ તેણે કસમ ખાવાનું કહ્યું શું સાચે જ તારી પાસે પૈસા નથી?
તો તેણે કસમ (સોગંદ) ખાઈને કહ્યું કે જે તે કહી રહ્યો છે તેમાં તે સાચો છે.
તો અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા તેને કયામતના દિવસની તકલીફો, પરેશાનીઓ અને ભયાનકતાઓથી છુટકારો આપે, તો તે પણ લેણદારને મહેતલ આપે અથવા તેનો સમય લંબાવી દે અથવા થોડું અથવા સંપૂર્ણ દેવું માફ કરી દે.