+ -

عن عمران بن حصين رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«‌لَيْسَ ‌مِنَّا ‌مَنْ ‌تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ، وَمَنْ عَقَدَ عُقْدَةً، وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ».

[حسن] - [رواه البزار] - [مسند البزار: 3578]
المزيــد ...

ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે અપશુકન કરે અથવા જેના માટે અપશુકન કરવામાં આવ્યું, જેણે ભવિષ્યવાણી કરી અથવા કરાવી અને જેણે જાદુ કર્યું અથવા કરાવ્યું તો તે અમારા માંથી નથી, જે વ્યક્તિ જ્યોતિષ પાસે ગયો અને તેની વાતોનો સ્વીકાર કરશે તો તેણે તે શરિઅતનો ઇન્કાર કર્યો જે નબી ﷺ પર ઉતારવામાં આવી છે».

[હસન] - [આ હદીષને ઈમામ બઝ્ઝાર રહિમહુલ્લાએ રિયાવત કરી છે] - [મુસ્નદુલ-બઝ્ઝાર - 3578]

સમજુતી

નબી ﷺ એ આ શબ્દો વડે પોતાની ઉમ્મત ને સચેત કર્યા છે તે શબ્દો "તે અમારા માંથી નથી" તેમાંથી કેટલાક કાર્યો નીચે પ્રમાણે છે:
પહેલું: "જે અપશુકન લે અથવા કરાવે": એવી રીતે કે સફર કરતા પહેલા અથવા વેપાર ધંધો શરૂ કરતાં પહેલાં એક પક્ષી ઉડાવવામાં આવતું, જો તે પક્ષી ઉડતા ઉડતા જમણી બાજુ જાય તો તેના દ્વારા શુભ શુકન કાઢવામાં આવતું કે તે કામ સારું હશે અને જો તે પક્ષી ડાબી બાજુ જતું તો તેનાથી રુકી જતા અને તે કામ ન કરતા, અને તેઓ આ કામ કરવાને જાઈઝ ન હતા ગણતા અને સમજતા કે જો કરવામાં આવશે તો નુકસાન ઉઠાવવું પડશે, અને આ અપશુકન તે દરેક વસ્તુ દ્વારા કરવામાં આવે છે, જે સાંભળી શકાતી હોય અથવા જોઈ શકાતી હોય, તે પક્ષીઓ દ્વારા, જાનવરો દ્વારા, લાચાર લોકો વડે, અથવા સંખ્યાઓ લખી તેમજ દિવસો નક્કી કરી અને આ પ્રમાણે ઘણી વસ્તુઓ.
બીજું: "જે ભવિષ્યવાણી કરે અથવા કરાવે", જે તારાઓની દિશા જોઈ અનુમાન લગાવી ગેબના ઇલ્મનો દાવો કરતો હોય, અને જે વ્યક્તિ જ્યોતિષ પાસે અથવા ભવિષ્યવાણી કરનાર પાસે જાય અને તેની વાતોની પુષ્ટિ કરે અથવા તેણે જણાવેલ વાતો પ્રમાણે કાર્યવાહી કરે તો તેણે નબી ﷺ પર ઉતરવાવાળી શરીઅતનો ઇન્કાર કર્યો.
ત્રીજું: "જે જાદુ કરશે અથવા કરાવશે", અર્થાત્ જે પોતે જાદુ કરતો હોય અથવા કોઈને જાદુ કરવા પર નક્કી કરે, અને એવી રીતે કે કોઈને ફાયદો પહોંચાડવા અથવા નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે, એવી રીતે કે દોરીમાં ગાંઠો બાંધવામાં આવે, અથવા ચિઠ્ઠીમાં કંઈક હરામ જન્નતર પઢી ફૂંકવામાં આવે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ પર ભરોસો કરવો જરૂરી છે અને અલ્લાહના નિર્ણય અને તકદીર પર ઈમાન લાવવું જરૂરી છે, એવી જ રીતે આ દરેક વસ્તુ પક્ષીઓ દ્વારા અપશુકન લેવું, જાદુ કરવું અથવા ભવિષ્યવાણી કરવી અથવા એવા લોકો પાસે જઈ સવાલ કરવો હરામ કાર્યો માંથી છે.
  2. ગેબના ઇલ્મનો દાવો કરવો શિર્ક છે, અને તે તૌહીદ વિરુદ્ધ છે.
  3. જ્યોતિષ પાસે જવું અને તેની વાતોની પુષ્ટિ કરવી પણ હરામ છે, તેમજ હથેળી, પ્યાલા અને રાશિચક્ર જેને કહેવાય છે તે વાંચવાની અને તેને જોવાની મનાઈ, ભલેને માત્ર જ્ઞાન ખાતર જ કેમ ન હોય.
વધુ