+ -

عَن أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«لاَ يَقُلْ أَحَدُكُمْ: اللَّهُمَّ اغْفِرْ لِي إِنْ شِئْتَ، ارْحَمْنِي إِنْ شِئْتَ، ارْزُقْنِي إِنْ شِئْتَ، وَليَعْزِمْ مَسْأَلَتَهُ، إِنَّهُ يَفْعَلُ مَا يَشَاءُ، لاَ مُكْرِهَ لَهُ». ولمسلم: «وَلَكِنْ لِيَعْزِمِ الْمَسْأَلَةَ وَلْيُعَظِّمِ الرَّغْبَةَ، فَإِنَّ اللهَ لَا يَتَعَاظَمُهُ شَيْءٌ أَعْطَاهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 7477]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ આ પ્રકારના શબ્દો ન કહે: હે અલ્લાહ! તું ઈચ્છે તો મને માફ કરી દે, હે અલ્લાહ! તું ઈચ્છે તો મારા પર રહેમ કર, હે અલ્લાહ! તું ઈચ્છે તો મને રોજી આપ, પરંતુ તે મક્કમ થઈ સવાલ કરે, કારણકે અલ્લાહ જે ઈચ્છે છે તે કરે છે તેના પર કોઈ બળજબરી નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 7477]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ દુઆને કોઈ પણ વસ્તુ સાથે જોડવાથી રોક્યા છે, અહીં સુધી કે તેણે અલ્લાહની મરજી સાથે પણ જોડવામાં ન આવે, આ એક જાણીતી અને ચોક્કસ બાબત છે કે જ્યાં સુધી પવિત્ર અલ્લાહ ન ઈચ્છે તો તે માફ નથી કરતો, એટલા માટે તેની ઈચ્છા નક્કી કરવાનો કોઈ અર્થ નથી; કારણકે તે ફક્ત તે જ કાર્યો કરે છે, જેની તે ઈચ્છા કરે છે, બસ પવિત્ર અને વ્યાપક અલ્લાહ પર કોઈ બળજબરી નથી, અને આજ વાતનો ઉલ્લેખ નબી ﷺએ હદીષના અંતમાં કહ્યું કે અલ્લાહ પર કોઈ બળજબરી નથી, જેમકે કોઈ વસ્તુ પણ તેના પર પ્રભુત્વ મેળવી શક્તિ નથી જે તેણે આપી છે, ન તો કોઈ વસ્તુ તેને આધીન કરી શકે છે, ન તો કોઈ વસ્તુ તેના કરતાં મોટી છે, અહીં સુધી કે આ શબ્દો કહેવા: જો તું ઈચ્છે, અને તેને તેની મરજી પર આધારિત કરવું તે તેની માફીના ભાગ પાડવા જેવુ છે, બસ કોઈ વ્યક્તિ કહે: જો તું મને ફલાણી વસ્તુ આપવા ઈચ્છતો હોય તો આપ, આ શબ્દોનો ઉપયોગ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે કોઈ નાપસંદ બાબત હોય, અથવા તે તેનાથી અસક્ષમ હોય, અને જો પરેશાનીના સમયે શક્તિશાળીને કોઈ જરૂરત પડે છે, તો તેણે પણ પોતાનો સવાલ મક્કમતાથી કરવો જોઈએ, અને એક જરૂરતમંદ કેવી રીતે સવાલ કરે છે એ રીતે તેણે પણ અલ્લાહ પાસે સવાલ કરવો જોઈએ; કારણકે તે દરેક વસ્તુથી સંપૂર્ણ બેનિયાઝ છે અને દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં દુઆને અલ્લાહની મરજી સાથે જોડવાથી રોક્યા છે.
  2. અલ્લાહને તે દરેક વસ્તુથી પવિત્ર છે, જે તેના લાયક નથી, તેની વિશાળ કૃપા, તેની બેનિયાઝી, પવિત્ર અને ઉચ્ચ અલ્લાહના ઉદારતાનું વર્ણન.
  3. સર્વશ્રેષ્ઠ અલ્લાહની સંપૂર્ણતાનું વર્ણન.
  4. અલ્લાહ પાસે જે કઈ પણ છે તેની ખૂબ જ ઈચ્છા કરવી, અને પવિત્ર અલ્લાહ પ્રત્યે સારું અનુમાન રાખવું.
  5. કેટલાક લોકો અજાણતામાં દુઆને અલ્લાહની મરજી સાથે જોડે છે, જેમકે કહે છે: જો અલ્લાહ ઈચ્છે તો તમને શ્રેષ્ઠ બદલો આપે, જો અલ્લાહ ઈચ્છે તો તમારા પર દયા કરે, બસ આ હદીષના સંદર્ભમાં આ પ્રકારના શબ્દો પણ કહેવા જાઈઝ નથી.
વધુ