+ -

عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لاَ تَسُبُّوا الرِّيحَ، فَإِذَا رَأَيْتُمْ مَا تَكْرَهُونَ فَقُولُوا: اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ مِنْ خَيْرِ هَذِهِ الرِّيحِ وَخَيْرِ مَا فِيهَا وَخَيْرِ مَا أُمِرَتْ بِهِ، وَنَعُوذُ بِكَ مِنْ شَرِّ هَذِهِ الرِّيحِ وَشَرِّ مَا فِيهَا وَشَرِّ مَا أُمِرَتْ بِهِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2252]
المزيــد ...

ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:
«હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2252]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ હવાને ગાળો આપવા અને મહેણાંટોણાં મારવાથી રોક્યા છે, કારણકે તે તેના સર્જક તરફથી છે, અને તે અઝાબ અને કૃપા લઈને આવે છે, અને તેને અપશબ્દો કહેવા વાસ્તવમાં તેના સર્જકને અપશબ્દો કહેવા જેવુ છે, અને તેના આદેશ પર નારાજ થવું છે, ફરી નબી ﷺએ તેના સર્જક પાસે તેની ભલાઈ અને તેમાં રહેલી ભલાઈ અને જે તે લઈને આવી રહી છે તેની ભલાઈનો સવાલ કરવાનું માર્ગદર્શન આપ્યું, જેમકે વરસાદ લાવવો, દવા ઉતારવી, વગેરે, એવી જ રીતે તેની અને તેમાં રહેલી બુરાઈ અને જે બુરાઈ સાથે તે ઉતરી રહી છે તેનાથી પનાહ માંગવી, જેમકે વૃક્ષો, જાનવરો અને ઇમારતોને નષ્ટ કરવા, વગેરે, અને આ સવાલ કરવામાં અલ્લાહની સંપૂર્ણતા છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. હવાને ગાળો આપવાથી રોક્યા છે, કારણકે તે સર્જનને આધીન છે, અને ગાળો આપવી તે તેના સર્જક અને તેની વ્યવસ્થા કરનારને ગાળો આપવી ગણાશે, અને તે તૌહીદમાં ખોટ છે.
  2. અલ્લાહ તરફ પાછું ફરવું અને તેની પાસે તેના સર્જનની બુરાઈથી પનાહ માંગવી જોઈએ.
  3. હવાને ક્યારેક ભલાઈનો આદેશ આપવામાં આવે છે તો ક્યારેક બુરાઈનો.
  4. ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: હવાને અપશબ્દો કહેવા તે ગુનાહો માંથી છે, કારણકે આ એકે આધીન સર્જન છે જેણે ભલાઈ અને બુરાઈ બંને સાથે મોકલવામાં આવે છે, બસ તેને અપશબ્દો કહેવા જાઈઝ નથી, અને આ શબ્દો કહેવા પણ જાઈઝ નથી: અલ્લાહ હવા પર લઅનત કરે, અથવા તેનો નાશ કરે, અથવા આ હવામાં અલ્લાહ બરકત ન આપે, આ પ્રકારના શબ્દો કહેવા જાઈઝ નથી, પરંતુ મોમિને તે જ કહેવું જોઈએ જેનો આદેશ નબી ﷺએ આપ્યો છે.
  5. એવી જ રીતે મોસમ જેમકે ગરમી, ઠંડી વગેરે પણ આ સંદર્ભમાં આવી જશે, અર્થાત્ મોસમને ગાળો આપવી કે અપશબ્દો કહેવા જાઈઝ નથી, તે પણ અલ્લાહનું સર્જન છે અને તેના આદેશ મુજબ ચાલે છે.
વધુ