عن أنس رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:
«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 15]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 15]
નબી ﷺ એ જણાવ્યું કે વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજરમાં તેના માતા પિતા, તેના દીકરા અને દીકરીઓ તેમજ દરેક લોકો કરતા વધુ પ્રિય ન બની જાઉં, નબી ﷺ ને મોહબ્બત કરવાનો અર્થ એ કે નબી ﷺ નું અનુસરણ કરવામાં આવે, તેમની મદદ કરવામાં આવે અને તેમણે રોકેલા કાર્યોથી રુકી જવામાં આવે.