عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ: أُشَيْمِطٌ زَانٍ، وَعَائِلٌ مُسْتَكْبِرٌ، وَرَجُلٌ جَعَلَ اللَّهَ لَهُ بِضَاعَةً، فَلَا يَبِيعُ إِلَّا بِيَمِينِهِ وَلَا يَشْتَرِي إِلَّا بِيَمِينِهِ».
[صحيح] - [رواه الطبراني] - [المعجم الصغير: 821]
المزيــد ...
સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ત્રણ વ્યક્તિઓ એવા છે, જેમની સાથે ન તો વાત કરવામાં આવશે, ન તો તેમને પવિત્ર કરવામાં આવશે અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે: વ્યભિચાર કરનાર વૃદ્ધ વ્યક્તિ, ઘમંડ કરનાર ગરીબ વ્યક્તિ અને તે વ્યક્તિ જેણે અલ્લાહના નામને જ વેપાર બનાવી લીધો હોય, જે ખરીદી કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે અને વેચાણ કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [At-Tabaraani]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકો માંથી ત્રણ વ્યક્તિઓ વિશે જણાવ્યું, જેઓ કયામતના દિવસે અલ્લાહના ગુસ્સાના કારણે સજાના હકદાર બનશે, જો તેઓ તૌબા ન કરે અથવા માફી ન માંગે તો: પહેલો અઝાબ: કયામતના દિવસે અલ્લાહ વાત નહીં કરે, પોતાના સખત ગુસ્સાના કારણે, અને તેમનાથી મોઢું ફેરવી લેશે, જો કલામ કરશે તો સરળ કલામ નહીં હોય, પરંતુ ગુસ્સો અને નારાજગી સાથે કલામ કરશે. બીજો અઝાબ: તેમને પવિત્ર નહીં કરે, ન તો તેમની પ્રશંસા કરશે અને ન તો તેમને ગુનાહોથી પાક કરશે. ત્રીજો અઝાબ: તેમના માટે આખિરતમાં સખત અઝાબ હશે. તે ત્રણેય લોકો: પહેલો વ્યક્તિ: તે વૃદ્ધ વ્યક્તિ, જે વ્યભિચાર કરતો હોય. બીજો વ્યક્તિ: એવો ગરીબ જેની પાસે કંઈ માલ ન હોય તો પણ તે લોકો સામે ઘમંડ કરતો હોય. ત્રીજી વ્યક્તિ: જે વેપાર ધંધામાં અલ્લાહનું નામ વધુ લેતો હોય, ખરીદી કરવામાં અને વેચાણ કરતી વખતે તે અલ્લાહની કસમ ખાઈ વેચતો હોય, અથવા માલ વેચવા માટે વસિલો બનાવતો હોય.