عَن أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«الْحَلِفُ مَنْفَقَةٌ لِلسِّلْعَةِ، مَمْحَقَةٌ لِلرِّبْحِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1606]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમને કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા:
«કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1606]
આ હદીષમાં નબી ﷺ વધુ પ્રમાણમાં કસમ ખાવા પ્રત્યે સચેત કરી રહ્યા છે, ભલેને તે પોતાની લે-વેચમાં સાચો હોય, અને જણાવ્યું કે તે જરૂર સામાન વેચવાનો એક તરીકો તો છે, પરંતુ તે કમાણીની બરકતને ખતમ કરી દે છે, અને આમ કરવા પર અલ્લાહ તેના માટે એવા દ્વાર ખોલી શકે જેમાં તે પોતાને નષ્ટ કરી લેશે, ભલેને તેમાં ચોરી, ડૂબી જવું, હડપ કરવું, લુંટવું અથવા અન્ય માધ્યમો દ્વારા તે પોતાના માલને નષ્ટ કરી દેશે.