+ -

عَنْ عَبْدِ اللَّهِ بنِ مسعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
ذُكِرَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ نَامَ لَيْلَهُ حَتَّى أَصْبَحَ، قَالَ: «ذَاكَ رَجُلٌ بَالَ الشَّيْطَانُ فِي أُذُنَيْهِ، أَوْ قَالَ: فِي أُذُنِهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3270]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3270]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે રાત્રે સૂઈ ગયો અહી સુધી સૂરજ ઊગતા સુધી સૂતો રહ્યો અને ફજરની ફરજ નમાઝ માટે પણ ન ઉઠ્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ તે વ્યક્તિ છે, જેના કાનમાં શૈતાને પેશાબ કરી છે.

હદીષથી મળતા ફાયદા

  1. રાતની નમાઝ (તહજ્જુદ) છોડવી યોગ્ય નથી, અને તેનું કારણ શૈતાન છે.
  2. તે શૈતાનથી બચો, જે માનવીના માર્ગમાં બેસી માનવીને પરેશાન કરે છે, જેથી તે અલ્લાહનું અનુસરણ કરવાથી તેને રોકી શકે.
  3. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ વાત: (તે નમાઝ પઢવા માટે પણ ન ઉઠ્યો), તેનો અર્થ સામાન્ય છે, અને તેમાં વચન પણ શામેલ છે, અને તેનો અર્થ રાતની નમાઝ અથવા ફર્ઝ નમાઝ છે.
  4. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: અહીંયા કાનનો વર્ણન કરવામાં આવ્યું, ભલેને આંખ નિંદ્રા માટે વધુ મહત્વનો ભાગ ભજવે છે, અને ભારે ઊંઘને દર્શાવે છે, અને કાન ધ્યાનનો સ્ત્રોત છે, અને પેશાબનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો; કારણકે તે ખાલી જગ્યા અને રગોમાં ઉતરવામાં સરળ હોય છે, અને તે દરેક અંગમાં આળસ પેદા કરે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية المجرية الجورجية
ભાષાતર જુઓ
વધુ