عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«خَيْرُ يَوْمٍ طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ يَوْمُ الْجُمُعَةِ، فِيهِ خُلِقَ آدَمُ، وَفِيهِ أُدْخِلَ الْجَنَّةَ، وَفِيهِ أُخْرِجَ مِنْهَا، وَلَا تَقُومُ السَّاعَةُ إِلَّا فِي يَوْمِ الْجُمُعَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 854]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામનો જન્મ થયો, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 854]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ દિવસ જેમાં સૂર્યોદય થાય છે તે શુક્રવારના દિવસ છે, શુક્રવારના દિવસની મહત્ત્વતાઓ: તે દિવસે આદમ અલૈહિસ્ સલાનનો જન્મ થયો, તે દિવસે તેમને જન્નતમાં પ્રવેશ મળ્યો, તે દિવસે જ તેમને જન્નત માંથી કાઢવામાં આવ્યા અને જમીન પર ઉતારવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે.