عن بريدة بن الحصيب رضي الله عنه أنه قال:
بَكِّرُوا بِصَلَاةِ الْعَصْرِ، فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી ﷺ એ અસરની નમાઝ તેના સમયથી જાણી જોઈને વિલંબ કરવાથી રોક્યા છે, જો કોઈ વ્યક્તિ આ કાર્ય કરશે તો તેનો અમલ બાતેલ ગણાશે અને તેના અમલ વ્યર્થ થઈ જશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં અસરની નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવામાં પર પ્રોત્સાહન આપ્યું છે.
  2. જે વ્યક્તિ અસરની નમાઝ છોડી દે, તેના માટે સખત ચેતવણી, અસરની નમાઝ ન પઢવી અન્ય નમાઝને છોડવા કરતા વધુ સખત ગણવામાં આવે છે, કારણકે અલ્લાહ તઆલાએ ખાસ દરમિયાની નમાઝ વિશે કહ્યું: (નમાઝોની પાંબદી કરો, ખાસ કરીને અસરની નમાઝની) [અલ્ બકરહ: ૨૩૮].
વધુ