+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ تَعَلَّمَ عِلْمًا مِمَّا يُبْتَغَى بِهِ وَجْهُ اللَّهِ عَزَّ وَجَلَّ لَا يَتَعَلَّمُهُ إِلَّا لِيُصِيبَ بِهِ عَرَضًا مِنَ الدُّنْيَا لَمْ يَجِدْ عَرْفَ الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ» يَعْنِي رِيحَهَا.

[صحيح] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3664]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે» અર્થાત્ જન્નતની ખુશ્બુ.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3664]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનનું ઇલ્મ પ્રાપ્ત કરે જેનો ખરેખર હેતુ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો હોય છે, તો જે વ્યક્તિ આ ભવ્ય હેતુ વગર દુનિયા પ્રાપ્ત કરવા માટે, અથવા દુનિયામાં ચર્ચિત થવા અથવા કોઈ પદ લેવા માટે પ્રાપ્ત કરશે, તો કયામતના દિવસે તેને જન્નતની સુગંધ પણ નહીં મળી શકે.

હદીષથી મળતા ફાયદા

  1. દીનનું ઇલ્મ (જ્ઞાન) પ્રાપ્ત કરવામાં નિખાલસતા અનિવાર્ય છે અને તેના પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. ઇસ્લામની શરીઅતના જ્ઞાનનો ઉપયોગ દેખાડો કરવા માટે અથવા દુન્યવી લાભના સાધન તરીકે ન કરવો જોઈએ, જો કોઈ આમ કરશે તો તેની સામે કડક ચેતવણી, કારણ કે આ એક મોટું પાપ છે.
  3. કોઈ વ્યક્તિ દીનનું જ્ઞાન અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હાસિલ કરે અને તેની સાથે સાથે તેને દુનિયા પણ મળે તો તેને કોઈ વાંધો નથી.
  4. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: (જન્નતની સુગંધ) નો અર્થ સુગંધ છે, આ શબ્દો જન્નતથી વચિંત રહેવાનું દર્શાવે છે; કારણકે જે કોઈ વસ્તુની સુગંધ ન મેળવી શકે તે ખરેખર તેનો ભાગ પણ નહીં બની શકે.
  5. જે વ્યક્તિએ અલ્લાહની પ્રસન્નતા માટે નોકરી કરવા માટે ઇલ્મ શીખ્યું અથવા અન્ય કોઈ હેતુસર ઇલ્મ શીખે; તો તેણે અલ્લાહથી તૌબા કરવી જોઈએ, અલ્લાહ તેમને ખરાબ નિયતથી જે પ્રાપ્ત થઈ છે, તેને મિટાવી દે, અને તે મહાન કૃપાળુ અને પવિત્ર તેમજ અત્યંત ઉચ્ચ છે.
  6. આ ચેતવણી ઇસ્લામની શરીઅતના જ્ઞાનના શોધક માટે છે, જે વ્યક્તિ આ દુનિયા માટે એન્જિનિયરિંગ, રસાયણશાસ્ત્ર અને તેના જેવા અન્ય દુન્યવી જ્ઞાન દુન્યવી સુખો શોધે છે, તો તેની નિયત તેના પ્રમાણે જ છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ