+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
مَا صَلَّى النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ صَلاَةً بَعْدَ أَنْ نَزَلَتْ عَلَيْهِ: {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالفَتْحُ} [النصر: 1] إِلَّا يَقُولُ فِيهَا: «سُبْحَانَكَ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْ لِي». وعَنْها قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُكْثِرُ أَنْ يَقُولَ فِي رُكُوعِهِ وَسُجُودِهِ: «سُبْحَانَكَ اللهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ، اللهُمَّ اغْفِرْ لِي» يَتَأَوَّلُ الْقُرْآنَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4967]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺએ સૂરે નસ્ર આ સુરહ નાઝીલ થયા પછી કોઈ એવી નમાઝ નથી જેમાં આ શબ્દો ન કહ્યા હોય: «સુબ્હાનક રબ્બના વ બિહમ્દિક અલ્લાહુમ્મગ્ફિર લી», (તું અત્યંત પવિત્ર છે, હે અમારા પાલનહાર! પોતાની પ્રશંસા સાથે, હે અલ્લાહ! તું મને માફ કરી દે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4967]

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે જ્યારે સૂરે નસ્રની પહેલી આયત ઉતરી, તો નબી ﷺ કુરઆનની આ આયત પર અમલ કરતા અને અલ્લાહના આદેશનું અનુસરણ કરતા આ શબ્દો કહેતા હતા: (તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો), નમાઝમાં સિજદા અને રુકૂઅની સ્થિતિમાં વધુમાં વધુ આ દુઆ પઢતા હતા «સુબ્હાનક» તે દરેક પ્રકારની ખામીથી પાક છે, જેની શકયતા હોય છે, «અલ્લાહુમ્મ રબ્બના વ બિહમદીક» તારી ઝાત, ગુણો અને કાર્યોમાં સપૂર્ણતાની પ્રશંસા સાથે, «અલ્લાહુમ્મગ્ ફિર્ લી» મારા ગુનાહોને મિટાવી દે, અને તેને મારાથી દૂર કરી દે.

હદીષથી મળતા ફાયદા

  1. રુકૂઅ અને સિજદામાં વધુમાં વધુ આ દુઆ પઢવી મુસ્તહબ છે.
  2. જીવનના અંતિમ તબક્કામાં વધુમાં વધુ ઇસ્તિગ્ફાર કરવાની તાકીદ કરવામાં આવી છે, કે આ પ્રમાણે જ ઈબાદત પૂર્ણ થશે, ખાસ કરીને નમાઝ, ઇસ્તિગ્ફાર વધુ કરવું જોઈએ જેથી કરીને નમાઝમાં આવતી કમીઓ દૂર થાય.
  3. અલ્લાહ પાસે દુઆ કબૂલ કરાવવાનો સૌથી મજબૂત સ્ત્રોત એ છે કે તેની પ્રશંસા કરવામાં આવે, તેની તસ્બીહ કરવામાં આવે અને તેને સંપૂર્ણ ખામીથી મુક્ત સમજવામાં આવે.
  4. દરેક સ્થિતિમાં ઇસ્તિગ્ફાર કરવાની મહત્ત્વતા.
  5. અલ્લાહના રસૂલ
  6. ﷺની ઈબાદતની સપૂર્ણતા અને અલ્લાહના આદેશનું સંપૂર્ણ અનુસરણ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ
વધુ