عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِي لَيْلَى قَالَ: لَقِيَنِي كَعْبُ بْنُ عُجْرَةَ، فَقَالَ: أَلاَ أُهْدِي لَكَ هَدِيَّةً؟
إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ عَلَيْنَا، فَقُلْنَا: يَا رَسُولَ اللَّهِ، قَدْ عَلِمْنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكَ، فَكَيْفَ نُصَلِّي عَلَيْكَ؟ قَالَ: «فَقُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6357]
المزيــد ...
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા
રિવાયત કરે છે કે કઅબ બિન ઉજરહ મને મળ્યા અને કહ્યું: શું હું તમને ભેટ ન આપું?
નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? નબી ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સોલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6357]
સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ નબી ﷺને સવાલ કર્યો કે અમે તમારા પર દરૂદ કઈ રીતે પઢીએ? તમારા પર સલામ મોકલવાનો તરીકો જાણ્યા પછી, જે અત્તહિય્યાતમાં પઢીએ છીએ: "અસ્સલામુ અલયક અય્યોહન્ નબીયયું વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ..."? તો નબી ﷺએ તેમના પર દરૂદ પઢવાનો તરીકો અને તેનો અર્થ શિખવાડયો. "અલ્લાહુમ્મ સોલ્લિ અલા મુહમ્મદ વ અલા આલિ મુહમ્મદ" અર્થાત્: તે સર્વોચ્ચ, ઉચ્ચ સુંદર ઉલ્લેખ સાથે, તેના દીનમાં તેના અનુયાયીઓ અને તેના સંબંધીઓમાં મોમિનો સાથે તેમની પ્રશંસા કરો. "કમા સોલ્લયત અલા ઈબ્રાહીમ" જેમ તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામના કુટુંબ પર કૃપા કરી, તેમના પર ઈબ્રાહીમ, ઇસ્માઇલ અને ઇસ્હાક અને તેમના વંશ અને તેમના વફાદાર અનુયાયીઓ પર શાંતિ ઉતરી, તેવી જ રીતે મુહમ્મદ ﷺ પર કૃપા ઉતરે, . "ઇન્નક હમીદુમ્ મજીદ" અર્થાત્: પ્રસંશનીય પોતાની ઝાતમાં, તેના લક્ષણોમાં તેના કામોમાં તેની વિશાળ કૃપામાં અને તેના માલિક હોવામાં અને ખૂબ આપનાર. "અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદ વઅલા આલિ મુહમ્મદ, કમા બારકત અલા આલિ ઈબ્રાહીમ" અર્થાત્: તેમને સૌથી મોટી ભલાઈ અને પ્રતિષ્ઠા આપો, અને તેમને વધારો અને પુષ્ટિ આપો.