عن أبي صِرْمة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ ضَارَّ ضَارَّ اللهُ بِهِ، وَمَنْ شَاقَّ شَقَّ اللهُ عَلَيْهِ».

[حسن] - [رواه أبوداود والترمذي وابن ماجه وأحمد]
المزيــد ...

અબૂ સિર્મહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».

હસન - આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ કોઈ પણ મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચાડવા અથવા તેના કોઈ પણ મામલામાં સખતી કરવાથી રોક્યા છે, તેને પોતાને, તે નુકસાનનો સંબંધ તેના પ્રાણ તથા માલ અથવા તેના પરિવાર સાથે હોય, નબી ﷺ એ જણાવ્યું કે જો કોઈ એવું કરશે, અર્થાત્ તકલીફ આપશે તો અલ્લાહ તઆલા તેને તેના અમલ બરાબર સજા અથવા બદલો આપશે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુસલમાનને નુકસાન પહોંચાડવું અથવા તેને તકલીફ પહોંચાડવવી હરામ છે.
  2. અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માટે બદલો લે શે.