عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الكِتَابِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 756]
المزيــد ...
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહું અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 756]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.