+ -

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما:
أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ عِنْدَ الْكَرْبِ: «لَا إِلَهَ إِلَّا اللهُ الْعَظِيمُ الْحَلِيمُ، لَا إِلَهَ إِلَّا اللهُ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ، لَا إِلَهَ إِلَّا اللهُ رَبُّ السَّمَاوَاتِ وَرَبُّ الْأَرْضِ وَرَبُّ الْعَرْشِ الْكَرِيمِ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2730]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
નબી ﷺ મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «"લા ઇલાહ ઇલ્લ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ વ રબ્બુલ્ અર્ઝ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે મહાન છે અને અત્યંત સહનશીલ છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ભવ્ય અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી તે જ આકાશો અને જમીનનો પાલનહાર છે, અને પ્રતિષ્ઠિત અર્શનો પણ પાલનહાર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2730]

સમજુતી

નબી ﷺ દુઃખ અને મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «લા ઇલાહ ઇલ્લલ્લાહ» અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, «અલ્ અઝીમ» જે પોતાની ઝાત, ગુણો અને કાર્યોમાં ખૂબ મહાન છે, «અલ્ હલીમ» જે ગુનેગારને સજા આપવામાં તરત જ તેમની પકડ નથી કરતો પરંતુ તેમને ઢીલ આપે છે, તે તેને સજા આપવા પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, છતાંય તે તેને માફ કરે છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. «લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ» મહાન અર્શને પેદા કરનાર, «લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતી વલ્ અર્ઝિ», આકાશો અને જમીનને પેદા કરનાર, અને તે બન્નેની વચ્ચે જેટલી પણ વસ્તુ છે તે બધું જ પેદા કરનાર તેમનો માલિક અને વ્યવસ્થા કરનાર, અને તે જે રીતે ઈચ્છે તેમાં ફેરફાર કરી શકે છે, «રબ્બુલ્ અર્શિલ્ કરીમ» પ્રતિષ્ઠિત અર્શને પેદા કરનાર.

હદીષથી મળતા ફાયદા

  1. મુસીબતના અને દુઃખના સમયે અલ્લાહ તરફ દુઆ કરતા ઝૂકી જવું જરૂરી છે.
  2. આ ઝિક્ર દ્વારા મુસીબતના સમયે દુઆ કરવી મુસ્તહબ છે.
  3. રહમાનનું અર્શ જેના પર તે બુલંદ અને ઉચ્ચ છે, સમગ્ર સૃષ્ટિ કરતા મોટું અને અત્યંત મહાન છે, તેના વિશે આપ ﷺએ
  4. જણાવ્યું કે તે ખૂબ જ મહાન અને અત્યંત પ્રતિષ્ઠિત છે.
  5. ખાસ કરીને આ દુઆમાં આકાશો અને જમીનનો ઉલ્લેખ કર્યો; કારણકે તે દેખીતી સૃષ્ટિ માંથી સૌથી ભવ્ય સર્જન છે.
  6. ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: આ દુઆની શરૂઆત "રબ" શબ્દ દ્વારા કરી, જે મુસીબત દૂર કરવા માટે યોગ્ય શબ્દ છે, એટલા માટે કે તે પાલનહાર છે, તેમાં લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું, જે તૌહીદનો સમાવેશ કરે છે, ઉચ્ચ અને અત્યંત પવિત્રતાનું મૂળ છે, અને મહાનતા તેની કુદરતની સપૂર્ણતાને દર્શાવે છે, સહનશીલતા તેના સંપૂર્ણ ઇલ્મને દર્શાવે છે, એટલા માટે કે અવજ્ઞા દ્વારા સહનશીલતા અને પ્રતિષ્ઠિતાની આશા ન કરાય, આ બન્ને સૌથી શ્રેષ્ઠ ગુણો માંથી છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ
વધુ