+ -

عَنْ أَبِي سَعِيدٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ مُسْلِمٍ يَدْعُو بِدَعْوَةٍ لَيْسَ فِيهَا إِثْمٌ، وَلَا قَطِيعَةُ رَحِمٍ، إِلَّا أَعْطَاهُ اللهُ بِهَا إِحْدَى ثَلَاثٍ: إِمَّا أَنْ تُعَجَّلَ لَهُ دَعْوَتُهُ، وَإِمَّا أَنْ يَدَّخِرَهَا لَهُ فِي الْآخِرَةِ، وَإِمَّا أَنْ يَصْرِفَ عَنْهُ مِنَ السُّوءِ مِثْلَهَا» قَالُوا: إِذنْ نُكْثِرُ، قَالَ: «اللهُ أَكْثَرُ».

[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 11133]
المزيــد ...

અબુ સઈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, પ્રથમ તો તેની દુઆ મુજબ તે જ સમયે તેને આપવામાં આવે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત, જે તેના પર આવવાની હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે» રાવી કહે છે કે એમ તો વધુ દુઆઓ કરીશું, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહ તેના કરતા પણ વધારે આપવાવાળો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 11133]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે નિઃશંક જ્યારે કોઈ મુસલમાન અલ્લાહ પાસે દુઆ કરે છે, અને કોઈ વસ્તુ માંગે છે, જેમાં કોઈ ગુનાહનું કાર્ય ન હોય, જેમાં ગુનાહ અને અત્યાચારના માર્ગ માટે સરળતાની દુઆ કરવામાં આવી ન હોય, અને સબંધ તોડવાની વાત પણ કરવામાં આવી ન હોય, જાણે કે તે પોતાના સંતાન અને સબંધીઓ માટે દુઆ કરી રહ્યો હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓ માંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે. તેની દુઆ ત્યારે જ કબૂલ કરવામાં આવે છે અને તે પ્રમાણે તેને આપી દેવામાં આવે છે. અથવા તો અલ્લાહ તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લે છે, તેને ઉચ્ચ બદલો અને દરજ્જો આપવા માટે, અથવા દયા કરવા તેમજ ગુનાહોથી માફ કરે છે. અથવા તો દુઆ માફક દુનિયાની કોઈ બુરાઈ, જે તેને પહોંચવાની હતી તે દૂર કરી દે છે. સહાબાઓએ આપ ﷺએ કહ્યું: આ રીતે તો અમારે ખૂબ દુઆઓ કરવી જોઈએ, આ મહત્ત્વતા માંથી કોઈ એકની પ્રાપ્તિ માટે. તો નબી ﷺએ કહ્યું: જે કંઈ અલ્લાહ પાસે છે, તે ઘણું છે, જેનો લોકો સવાલ કરી રહ્યા છે, તેની અતા ક્યારેય પૂર્ણ અને ખતમ નહીં થાય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મુસલમાનની દુઆ કબૂલ કરવામાં આવે છે, તેને રદ કરવામાં નથી આવતી, પરંતુ તેના માટે કેટલીક શરતો અને આદાબ છે; એટલા માટે બંદાએ વધુમાં વધુ દુઆ કરવી જોઈએ અને તેને કબૂલ થવા માટે ઉતાવળ ન કરવી જોઈએ.
  2. દુઆ ફક્ત માંગવામાં આવેલ વસ્તુ સુધી જ પૂરતી નથી; પરંતુ તેને દુઆ કરવા પર તેનો કફફારો થઈ જશે અથવા તો તેને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે.
  3. ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: દુઆ માંગવા પર અડગ રહેવું, અલ્લાહ માટે સારું અનુમાન રાખવું, દુઆ કબૂલ થવા માટે સૌથી મોટો સ્ત્રોત છે, એટલા માટે એક વ્યક્તિએ દુઆ કરવા પર હમેંશા અડગ રહેવું જોઈએ, અને અલ્લાહથી સારું અનુમાન રાખવું જોઈએ, અને તે જાણી લે તે સંપૂર્ણ હિકમત વાળો અને બધું જ જાણવવાળો છે, તે તેની હિકમત પ્રમાણે દુઆ કબૂલ કરવામાં ઉતાવળ કરશે, અથવા તેની હિકમત પ્રમાણે તેને કબૂલ કરવામાં વિલંબ કરશે, અને માંગનાર કરતા વધુ શ્રેષ્ઠ આપી શકે છે.
વધુ