+ -

عَنْ وَائِلٍ الْحَضْرَمِيِّ قَالَ: سَأَلَ سَلَمَةُ بْنُ يَزِيدَ الْجُعْفِيُّ رضي الله عنه رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ:
يَا نَبِيَّ اللهِ، أَرَأَيْتَ إِنْ قَامَتْ عَلَيْنَا أُمَرَاءُ يَسْأَلُونَا حَقَّهُمْ وَيَمْنَعُونَا حَقَّنَا، فَمَا تَأْمُرُنَا؟ فَأَعْرَضَ عَنْهُ، ثُمَّ سَأَلَهُ، فَأَعْرَضَ عَنْهُ، ثُمَّ سَأَلَهُ فِي الثَّانِيَةِ أَوْ فِي الثَّالِثَةِ، فَجَذَبَهُ الْأَشْعَثُ بْنُ قَيْسٍ، وَقَالَ: «اسْمَعُوا وَأَطِيعُوا، فَإِنَّمَا عَلَيْهِمْ مَا حُمِّلُوا، وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1846]
المزيــد ...

વાઇલ હઝરમી રિવાયત કરે છે, તેમણે કહ્યું: સલમા બિન યઝીદ અલ્ જુઅફી રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અને કહ્યું:
હે અલ્લાહના નબી! અમારા પર એવા શાસકો શાસન કરવા લાગશે, જેઓ પોતાનો અધિકાર તો અમારી પાસે સંપૂર્ણ લેતા હશે, પરંતુ અમારો અધિકાર અમને નહિ આપે, તો અમે શું કરીએ? અને અમને એ બાબતે તમે શું આદેશ આપો છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો ચહેરો ફેરવી લીધો, તેઓએ ફરી પૂછ્યું, બે ત્રણ વખત પૂછ્યું, તો અશઅષ બિન કૈસે તેમને ખેંચી લીધા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેમની વાત સાંભળો તેમનું અનુસરણ કરો, તેઓના પર તેમની જવાબદારી છે અને તમારા પર તમારી જવાબદારી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1846]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એવા શાસકો વિશે સવાલ કરવામાં આવ્યો, જેઓ લોકો પાસેથી પોતાનો અધિકાર સંપૂર્ણ રીતે લેશે, તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવા બાબતે, પરંતુ લોકોના અધિકાર પુરા નથી પાડતા, ઇન્સાફ કરી, તેમને ગનીમતનો માલ આપી, પીડિતને ઇન્સાફ અપાવવો, લોકોમાં સુધારો કરવા, તો આવા શાસકો વિરુદ્ધ તમે અમને શું આદેશ આપો છો? અમારે શુ કરવું જોઈએ?
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મોઢું ફેરવી લીધું, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બાબત નાપસંદ કરી, પરંતુ સવાલ કરનારે બે થી ત્રણ વખત સવાલ કરી દીધો, અશઅષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ એક સહાબી તેમની સાથે બેઠા હતા, તેઓ તેમને ખેંચવા લાગ્યા, જેથી કરીને ચૂપ થઈ જાય.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો, અને કહ્યું: તેમની વાત સાંભળો, તેમનો આદેશ માનો; કારણકે તેમને તેમની જવાબદારી બાબતે સવાલ કરવામાં આવશે, જેવું કે ઇન્સાફ વિશે, લોકોના અધિકાર પુરા પાડ્યા કે નહીં અને તમને તમારી જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, તેમના અનુસરણ વિશે, તેમનો અધિકાર પુરા પાડવા બાબતે, તેમના તરફથી મળતી તકલીફો પર સબર કરવા બાબતે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શાસકોનો એવા આદેશ સાંભળવા અને તેમનું અનુસરણ કરવાનો આદેશ જેનાથી અલ્લાહ ખુશ થતો હોય, ભલેને તેઓ લોકોના અધિકાર પૂરા ન કરતા હોય.
  2. શાસકોની પોતાની જવાબદારીમાં ગફલતના કારણે તેમનો વિરોધ કરતા લોકોએ પોતાની જવાબદારીમાં ગફલત ન કરવી જોઈએ, દરેકને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે અને દરેકને પોતાની ગફલત પ્રમાણે પકડ કરવામાં આવશે.
  3. દીનનો આધાર લેવડ-દેવડ અર્થાત્ બદલાની ભાવનાઓ પર નથી, જો કે વાજીબ કાર્યો પર અમલ કરીને છે, ભલેને બીજાએ પોતાની જવાબદારી બરાબર નિભાવી ન હોય, જેવું કે આ હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે.
વધુ