عَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«الْعِبَادَةُ فِي الْهَرْجِ كَهِجْرَةٍ إِلَيَّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2948]
المزيــد ...
મઅકિલ બિન યસાર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ
ﷺએ કહ્યું:
«ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2948]
આપ ﷺએ પરાજકતા, હત્યા અને અશાંતિના સમયમાં ઈબાદત અને તેનું પાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આવા સમયમાં કરવામાં આવતી ઈબાદતનો બદલો આપ ﷺ તરફ હિજરત જેવું છે; કારણ કે લોકો ઘણીવાર ઈબાદત કરવામાં બેદરકાર હોય છે અને તેનાથી વિચલિત થાય છે અને માત્ર થોડા જ લોકો તેના માટે પોતાને સમર્પિત કરે છે.