+ -

عَنْ ‌وَرَّادٍ كَاتِبِ الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ قَالَ: أَمْلَى عَلَيَّ الْمُغِيرَةُ بْنُ شُعْبَةَ فِي كِتَابٍ إِلَى مُعَاوِيَةَ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ: «لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 844]
المزيــد ...

વર્રાદ મુગૈરહ બિન શુઅબહના લેખક રિવાયત કરે છે તેઓ કહે છે કે મને મુગૈરહ બિન શુઅબહ રઝી અલ્લાહુ અન્હુએ મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ તરફ એક પત્ર લખવાનું કહ્યું:
કે નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ પછી આ દુઆ પઢતા હતા: «لا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ» અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ જેને તું આપવા ઈચ્છે તેને કોઈ રોકી નથી શકતું, જેનાથી રોકી લે તેને કોઈ આપી નથી શકતું, કોઈ ધનવાન વ્યક્તિને તેનો માલ તારી સામે કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 844]

સમજુતી

નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ પછી આ દુઆ પઢતા હતા: " لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ".
અર્થાત્: હું એકરાર કરું છું અને સ્વીકાર કરું છું તૌહીદના કલીમાનો લા ઇલાહ ઇલ્લલ્લાહ, અને તેના સિવાય દરેકની ઈબાદતનો ઇન્કાર કરું છું, અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, અને એકરાર કરું છું કે સંપૂર્ણ સામ્રાજ્ય અલ્લાહનું જ છે, જમીન અને આકાશના દરેક સર્જનની સંપૂર્ણ પ્રશંસા ફક્ત એક અલ્લાહ માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, જો અલ્લાહએ તારા ભાગ્યમાં કંઈ વસ્તુ આપવાની નક્કી કરી લીધી તો કોઈ તેને રોકી નથી શકતું, અને જો તેણે કોઈ વસ્તુનો રોકવાનો ઈરાદો કરી લે તો કોઈ તેને પહોંચાડી નથી શકતું, અને કોઈ ધનવાનને તેનો માલ અલ્લાહ વિરુદ્ધ કંઈ ફાયદો નહિ પહોંચાડી શકે, ફક્ત નેક અમલ જ તેને ફાયદો પહોંચાડે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દરેક નમાઝ પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે, જેમાં તૌહીદ અને પ્રશંસાના શબ્દોનો સમાવેશ થાય છે.
  2. સુન્નત પર પાંબદી અને તેના પ્રચાર તરફ ધ્યાન આપવું જોઈએ.
વધુ