عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْعُو وَيَقُولُ: «اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ القَبْرِ، وَمِنْ عَذَابِ النَّارِ، وَمِنْ فِتْنَةِ المَحْيَا وَالمَمَاتِ، وَمِنْ فِتْنَةِ المَسِيحِ الدَّجَّالِ».
وفِي لَفْظٍ لِمُسْلِمٍ: «إِذَا فَرَغَ أَحَدُكُمْ مِنَ التَّشَهُّدِ الْآخِرِ، فَلْيَتَعَوَّذْ بِاللهِ مِنْ أَرْبَعٍ: مِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ الْمَسِيحِ الدَّجَّالِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1377]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1377]
નબી ﷺ નમાઝમાં છેલ્લા તશહ્હુદની બેઠકમાં તશહ્હુદ પઢયા પછી સલામ પહેલા અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગતા હતા, અને આપણને પણ તે ચાર વસ્તુઓથી પનાહ માંગવાનો આદેશ આપ્યો છે,
પહેલી વસ્તુ: કબરના અઝાબથી.
બીજી વસ્તુ: જહન્નમના અઝાબથી જે કયામતના દિવસે આપવામાં આવશે.
ત્રીજી વસ્તુ: જીવનના ફિતનાથી, જે હરામ મનેચ્છાઓ અને ગંભીર શંકાઓમાં પડવાથી, અને મૃત્યુના ફિતનાથી અર્થાત્ મૃત્યુના સમયે, ઇસ્લામ અથવા સુન્નતથી ફરી જવું અથવા કબરનો ફિતનો જેમકે બંને ફરિશ્તાનો સવાલ કરવો.
ચોથી વસ્તુ: દજજાલના ફિતનાથી, જે અંતિમ સમયમાં નીકળશે, જેના દ્વારા અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરશે, ખાસ કરીને અહીંયા તેનો ઉલ્લેખ તેની ભવ્ય પથભ્રષ્ટતા અને ફિતનાના કારણે કરવામાં આવ્યો છે.