+ -

عَنِ ابْنَ مَسْعُودٍ رضي الله عنه قَالَ:
عَلَّمَنِي رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَفِّي بَيْنَ كَفَّيْهِ، التَّشَهُّدَ، كَمَا يُعَلِّمُنِي السُّورَةَ مِنَ القُرْآنِ: «التَّحِيَّاتُ لِلَّهِ، وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ». وفي لفظ لهما: «إِنَّ اللهَ هُوَ السَّلَامُ، فَإِذَا قَعَدَ أَحَدُكُمْ فِي الصَّلَاةِ فَلْيَقُلْ: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، فَإِذَا قَالَهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، ثُمَّ يَتَخَيَّرُ مِنَ الْمَسْأَلَةِ مَا شَاءَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6265]
المزيــد ...

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા, «"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વ-અલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)». અને બીજી રિવાયતના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં સલામ ફેરવવા માટે બેસે અને આ શબ્દો કહે છે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહમતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન" (((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય) તો આકાશ અને જમીનના દરેક સદાચારી બંદાઓ તરફથી સલામ કહેવું સાબિત થઈ જશે, "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6265]

સમજુતી

નબી ﷺ એ અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને તશહ્હુદ શિખવાડ્યું જે નમાઝમાં કરવામાં આવે છે, અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુનું ધ્યાન પોતાની તરફ કરવા માટે પોતાના હાથ તેમના હાથમાં મૂકી દીધા, અને તેમણે એ રીતે શિખવાડ્યું જે રીતે કુરઆન શીખવાડતા હતાં, જેનો અર્થ એ થાય છે કે નબી ﷺ તશહ્હુદના શબ્દો અને અર્થ તરફ ખૂબ જ ધ્યાન આપ્યું. નબી ﷺ એ કહ્યું: "«"અત્તહિયાતુ લિલ્લાહિ": અને તે દરેક વાતો અને કાર્યો જે તેની મહાનતાનો પુરાવો આપે છે, અને તે દરેક સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે. "અસ્સલવાતુ": અને તે ફરજ અને નફિલ નમાઝ છે, જે ફક્ત અલ્લાહ માટે જ પઢવામાં આવે છે. "અત્તય્યિબાતુ": તે દરેક વાતો, કાર્યો અને પવિત્ર ગુણો, જે તેની ઉચ્ચ મહાનતા દર્શાવે છે, તે દરેકે દરેક ફક્ત અલ્લાહ માટે જ છે. "અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ": દરેક આફતો અને મુસીબતોથી બચવા અને વધુમાં વધુ ભલાઈ પ્રાપ્ત કરવા માટેની દુઆ. "અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન": નમાઝ પઢનાર માટે સલામતી અને સુરક્ષાનું દુઆ, એજ રીતે આકાશો અને જમીનમાં રહેનાર દરેક સદાચારી વ્યક્તિ માટે સલામતીની દુઆ. "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહ": અર્થાત્ હું નિશ્ચિતપણે સ્વીકારું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી. "વઅન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ": હું સ્વીકારું છું કે નબી ﷺ અલ્લાહના બંદા અને તેના અંતિમ પયગંબર છે.
ફરી નબી ﷺ એ નમાઝ પઢનારને પ્રોત્સાહન આપ્યું કે તે જે ઈચ્છે દુઆ પઢી શકે છે.

હદીષથી મળતા ફાયદા

  1. દરેક નમાઝમાં આ તશહ્હુદ છેલ્લી રકઅતમાં સિજદા પછી પઢવામાં આવશે અને ત્રીજી અને ચોથી રકઅત વાળી નમાઝમાં બીજી રકઅતની બેઠકમાં પઢવામાં આવશે.
  2. તશહ્હુદમાં અત્ તહ્હિય્યાત પઢવું જરૂરી છે, અને નબી ﷺ દ્વારા સાબિત ગવાહીના કોઈ પણ શબ્દ દ્વારા ગવાહી આપવી જાઈઝ છે.
  3. નમાઝમાં કોઈ પણ દુઆ કરી શકાય છે, જેમાં ગુનાહની વાત ન હોય.
  4. પોતાના માટે દુઆની શરૂઆત કરવી જાઈઝ છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ
વધુ