عَن ابْنِ عُمَرَ رضي الله عنهما:
أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَرْفَعُ يَدَيْهِ حَذْوَ مَنْكِبَيْهِ إِذَا افْتَتَحَ الصَّلَاةَ، وَإِذَا كَبَّرَ لِلرُّكُوعِ، وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ، رَفَعَهُمَا كَذَلِكَ أَيْضًا، وَقَالَ: «سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ، رَبَّنَا وَلَكَ الحَمْدُ»، وَكَانَ لاَ يَفْعَلُ ذَلِكَ فِي السُّجُودِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 735]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને જ્યારે અલ્લાહુ અકબર કહી રુકૂઅમાં જતાં (ત્યારે પણ પોતાના બંને હાથ ઉઠાવતા) અને રુકૂઅ માંથી માથું ઉઠાવતા તો ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, અને બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને કહેતા: «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)», અને સિજદામાં જતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 735]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ દરમિયાન પોતાના હાથ ત્રણ જગ્યાએ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા હતા.
પહેલી જગ્યા: જ્યારે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહી નમાઝ શરૂ કરતાં.
બીજી જગ્યા: જ્યારે રુકૂઅમાં જવા માટે તકબીર (અલ્લાહુ અકબર) કહેતા.
ત્રીજી જગ્યા: જ્યારે રુકૂઅ માંથી પોતાનું માથું ઉઠાવતા, અને કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)ત્યારે પણ પોતાના બંને હાથ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા.
અને સિજદામાં જતી વખતે અને સિજદા માંથી ઊભા થતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.