عن عَائِشَةَ رضيَ الله عنها قالت: إِنِّي سمعْتُ رسولَ الله صلى الله عليه وسلم يقول:
«لَا صَلَاةَ بِحَضْرَةِ الطَّعَامِ، وَلَا هُوَ يُدَافِعُهُ الْأَخْبَثَانِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 560]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 560]
નબી ﷺ એ તે ખોરાકની હાજરીમાં નમાઝ પઢવાથી રોક્યા છે, જેના માટે મનમાં લાલસા હોય અને દિલ તેની તરફ જ લાગેલું હોય છે.
એવી જ રીતે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય ત્યારે પણ નમાઝ પઢવાથી રોક્યા છે, કારણકે તે બંને શરીરને નુકસાનથી બચાવવામાં વ્યસ્ત હોય છે.