+ -

عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ السَّاعَةِ، فَقَالَ: مَتَى السَّاعَةُ؟ قَالَ: «وَمَاذَا أَعْدَدْتَ لَهَا». قَالَ: لاَ شَيْءَ، إِلَّا أَنِّي أُحِبُّ اللَّهَ وَرَسُولَهُ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ». قَالَ أَنَسٌ: فَمَا فَرِحْنَا بِشَيْءٍ، فَرِحْنَا بِقَوْلِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ» قَالَ أَنَسٌ: فَأَنَا أُحِبُّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبَا بَكْرٍ، وَعُمَرَ، وَأَرْجُو أَنْ أَكُونَ مَعَهُمْ بِحُبِّي إِيَّاهُمْ، وَإِنْ لَمْ أَعْمَلْ بِمِثْلِ أَعْمَالِهِمْ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3688]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત વિશે સવાલ કર્યો, તેણે પૂછ્યું કે કયામત ક્યારે આવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેના માટે શું તૈયારી કરી રાખી છે?», તેણે કહ્યું: કંઈ ખાસ નહીં, બસ હું અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરું છું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારું પરિણામ પણ તેની સાથે જ થશે, જેની સાથે તમે મોહબ્બત કરો છો», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમને કોઈ પણ વસ્તુથી આટલી ખુશી થઈ ન હતી જેટલી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત સાંભળીને મળી, કે તમને તેનો સાથ નસીબ થશે જેની સાથે તમે મોહબ્બત કરો છો, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાથી મોહબ્બત કરું છું અને મને આશા છે કે મને તેમનો સાથ પ્રાપ્ત થશે, ભલેને હું તેમની માફક અમલ ન કરી શકું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3688]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક ગામડિયાએ જે રણ પ્રદેશમાં રહેતો હતો: તેણે કયામતના સમય વિશે સવાલ કર્યો?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામત માટે નેક અમલ માંથી કેટલા અમલની તૈયારી કરી રાખી છે?
સવાલ કરનાર વ્યક્તિએ કહ્યું: કોઈ મોટા અમલ નથી કર્યા, બસ હું અલ્લાહ અને તેના રસૂલ સાથે મોહબ્બત કરું છું, અને તેણે કોઈ પણ ઈબાદતનું વર્ણન ન કર્યું, જે ઈબાદતો દિલથી, શરીરથી અને માલ દ્વારા કરવામાં આવતી હોય, કારણકે તે બધી ઈબાદતો મોહબ્બતનો એક ભાગ છે, જેના કારણે બંદો ઈબાદત કરતો હોય છે, અને સાચી મોહબ્બત તેને નેક કામ કરવા માટે ઉભારે છે.
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે જન્નતમાં તેની સાથે હશો, જેનાથી તમે મોહબ્બત કરતા હશો.
આ ખુશખબર સાંભળી સહાબાઓ ઘણા ખુશ થઈ ગયા.
ફરી અનસ રઝી. જણાવ્યું કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા સાથે મોહબ્બત કરે છે, અને તેમને આશા છે કે તેઓ તેમની સાથે જ હશે, જો કે તેમના અમલ તે લોકો જેવા ન પણ હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સવાલના જવાબ આપવા પર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હિકમત, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાલ કરનારને જે જવાબ આપ્યો તે તેના માટે સૌથી અગત્ય અને નજાતનું કારણ બને, અને તે જવાબ એ કે આખિરત માટે તે કાર્યો કરવા જેનાથી તેને ફાયદો પહોંચે.
  2. અલ્લાહ તઆલાએ બંદાઓથી કયામતનું ઇલ્મ છુપાવી રાખ્યું છે, જેથી બંદો તેની સાથે મુલાકાત કરવા માટે તૈયાર રહે.
  3. અલ્લાહ, તેના રસૂલ અને નેક લોકો સાથે મોહબ્બત કરવાની મહત્ત્વતા અને મુશરિકો સાથે મોહબ્બતથી બચવું જોઈએ.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે પણ તેની સાથે હશો, જેનાથી તમે મોહબ્બત કરતા હશો, એનો અર્થ એ નથી કે તેઓ પદ અથવા દરજ્જામાં સરખા છે, પરંતુ તેનો અર્થ એ કે તેઓ તેમને જન્નતમાં એકબીજાને જોઈ શકશે, ભલેને તેઓ દૂર હોય.
  5. એક મુસલમાને પોતાના માટે કયુ કાર્ય ફાયદાકારક અને નજાતનું કારણ બનશે, તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને જેનાથી તેને કંઈ પણ ફાયદો ન પહોંચતો હોય તેના વિશે કઈ પણ સવાલ ન કરવા જોઈએ.
વધુ