+ -

عَنْ ‌أَبِي الزُّبَيْرِ قَالَ:
كَانَ ‌ابْنُ الزُّبَيْرِ يَقُولُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ حِينَ يُسَلِّمُ: «لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، ‌وَلَا ‌نَعْبُدُ ‌إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ» وَقَالَ: «كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُهَلِّلُ بِهِنَّ دُبُرَ كُلِّ صَلَاةٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 594]
المزيــد ...

અબૂ ઝુબૈર કહે છે:
અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુમા દરેક નમાઝમાં સલામ ફેરવ્યા પછી આ દુઆ પઢતા હતા: «લા ઇલાહ ઇલ્ લલ્લાહુ વહ્દહુ લા શરિક લહુ, લહુલ્ મુલકુ વલહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર, લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ, વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહુ, લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝલુ વલહુસ્ સનાઉલ્ હસન, લા ઇલાહ ઇલ્ લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન વલવ કરિહલ્ કાફિરૂન» (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, વખાણ પણ તેના જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, કોઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ કોઈ પણ ગુનાહથી બચી નથી શકતો અલ્લાહની તૌફીક વગર. અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ફક્ત તેની જ બંદગી કરીએ છીએ, સંપૂર્ણ નેઅમતોનો માલિક તે છે, સંપૂર્ણ કૃપા તેના જ માટે છે, દરેક સારા વખાણને લાયક તે જ છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ખાલીસ તેની જ બંદગી કરવાવાળા છે, ભલેને કાફિર નાપસંદ કરે), અને કહેતા: «નબી ﷺ પણ દરેક નમાઝ પછી આ શબ્દો કહેતા હતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 594]

સમજુતી

નબી ﷺ દરેક ફર્ઝ નમાઝના સલામ ફેરવ્યા પછી આ મહાન ઝિક્ર પઢતા હતા, જેનો અર્થ નીચે પ્રમાણે છે:
"લા ઇલાહ ઇલ્ લલ્લાહ": અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો ઈબાદત (પૂજ્ય) ને લાયક નથી.
"વહ્દહુ લા શરિક લહુ": અર્થાત્ તેની રુબૂબિય્યતમાં (પાલનહાર હોવામાં) તેની ઉલૂહિય્યતમાં (ઇલાહ, પૂજ્ય હોવામાં) અને તેની અસમા વ સિફાતમાં (પવિત્ર નામો અને ગુણો) માં તેનો કોઈ ભાગીદાર નથી.
"લહુલ્ મુલકુ": અર્થાત્ વિશાળ સામ્રાજ્ય, આકાશ અને જમીન તેમજ તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો માલિક.
"વલહુલ્ હમ્દુ": અર્થાત્ સપૂર્ણતાના શિખરે, સંપૂર્ણ મોહબ્બત અને સંપૂર્ણ મહાનતા, ખુશીમાં અને દુ:ખ બંને સ્થિતિમાં ફક્ત વખાણ તેના જ વખાણ કરવામાં આવશે.
"વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર" તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, દરેક પ્રકારે સંપૂર્ણ અને પુરી કુદરત ધરાવનાર, કોઈ પણ વસ્તુ તેને હરાવી શકતી નથી, તેના આદેશને કોઈ આદેશ રોકી શકતો નથી.
"લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ": અર્થાત્ એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફ ફરી ન શકાય, તેમજ નાફરમાનીથી ઈતાઅત તરફ આવી ન શકાય, પરંતુ જો અલ્લાહ શક્તિ અને તૌફીક આપે, તેનાથી જ મદદ માંગવામાં આવે અને તેના પર જ ભરોસો કરવામાં આવે.
"લા ઇલાહ ઇલ્ લલ્લાહ વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહ": બીજી વખત આ શબ્દો વર્ણન કરી તે વાત પર બહાર આપ્યો છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને તેની ઈબાદતમાં તેનો કોઈ ભાગીદાર નથી.
"લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝ્લુ" (સંપૂર્ણ નેઅમત અને સંપૂર્ણ કૃપા ફક્ત તેના માટે જ): અર્થાત્ તે જ નેઅમતોને પેદા કરે છે અને તે જ તેનો માલિક છે, તે પોતાના બંદાઓ માંથી જેને ઈચ્છે તેના પર નેઅમત અને કૃપા આપે છે.
"વલહુસ્ સનાઉલ્ હસન" (દરેક સારા વખાણ ફક્ત તેના જ માટે)" અર્થાત્ તેની ઝાત પ્રત્યે, તેના ગુણો તેના કાર્યો પ્રત્યે દરેક સ્થિતિમાં વખાણનો હક તે જ ધરાવે છે.
"લા ઇલાહ ઇલ્ લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે નિખાલસતા સાથે તેની બંદગી કરીએ છે): અર્થાત્ તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદી), જેઓ રિયાકારી (દેખાડો) કરવા માટે અને પ્રખ્યાત થવા માટે અમે ઈબાદત નથી કરતાં
"વલવ કરિહલ્ કાફિરૂન": અર્થાત્ તે તૌહીદ અને તેની ઈબાદત કરવા પર અડગ રહે છે, ભલેને કાફિર તેને પસંદ ન કરે.

હદીષથી મળતા ફાયદા

  1. દરેક ફર્ઝ નમાઝ પછી આ ઝિક્રને નિયંત્રણ સાથે પઢવો જાઈઝ છે.
  2. એક મુસલમાન પોતાના દીનની કદર કરે અને તેને જાહેર પણ કરે, ભલેને કાફિર પસંદ ન કરે.
  3. હદીષમાં "દુબુરિસ્ સલાહ" નો શબ્દ વર્ણન થયો છે, જો હદીષમાં આ શબ્દનું વર્ણન આવે તો સમજવામાં આવે કે ફર્ઝ નમાઝ પછી પઢવામાં આવે અને જો દુઆ શબ્દનો ઝિક્ર કરવામાં આવે તો સમજવામાં આવે કે નમાઝ પહેલા આ ઝિક્ર પઢવું જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ