+ -

عَن قُطْبَةَ بنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الأَخْلاَقِ وَالأَعْمَالِ وَالأَهْوَاءِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3591]
المزيــد ...

કુતબહ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ સતત કરતા હતા:
«"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ કાર્યોથી અને ખરાબ ઈચ્છાઓથી તારી પનાહ માગું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3591]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત દુઆઓ માંથી એક દુઆ: (અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ) તારું શરણ ઇચ્છું છું, તારી પનાહમાં આવું છું, કારણકે તારા સિવાય કોઈ પનાહ આપી શકતું નથી, (મિન મુન્કરાતિ) તે કાર્યો જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, (અખલાક) માંથી જેવા કે દ્વેષ, ઈર્ષા, ઘમંડ, (અને) ગુનાહના કાર્યો જેવા કે ગાળો આપવી, આરોપ લગાવવો, (અને) દરેક (ખરાબ ઈચ્છાઓ) જે મનમાં ઉભી થતી હોય અને જે શરીઅત વિરુદ્ધ હોય.

હદીષથી મળતા ફાયદા

  1. આ દુઆ પઢવાની મહત્ત્વતા અને યોગ્યતા.
  2. મોમિન હમેંશા ખરાબ અખલાક અને ખરાબ આદતોથી બચીને રહે છે, અને તેમનેચ્છાનું અનુસરણ અને શંકા સપ્દાવવાથી સચેત રહે છે.
  3. નૈતિકતા, કાર્યો અને ઇચ્છાઓનું સારા અને ખરાબ બંને પ્રકારના હોય છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ