عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَيُّ الإِسْلاَمِ خَيْرٌ؟ قَالَ: «تُطْعِمُ الطَّعَامَ، وَتَقْرَأُ السَّلاَمَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 12]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 12]
આ હદીષમાં નબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે કયો ગુણ ઇસ્લામમાં સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ બે ગુણ જણાવ્યા:
પહેલો: ગરીબોને વારંવાર ખવડાવવું, અને તેમાં સદકા, ભેટ, મહેમાનગતિ, વલીમો (ભોજન) વગેરેનો સમાવેશ થાય છે, અને ખાસ કરીને દુકાળ તેમજ મોંઘવારીના સમયે ખાવાનું ખવડાવવા પર વધુ મહત્વ આપ્યું છે.
બીજું: દરેક મુસલમાનને સલામ કરવું, ભલેને તમે તેને જાણતા હોવ કે ન જાણતા હોવ.