عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«إِذَا جَاءَ رَمَضَانُ فُتِّحَتْ أَبْوَابُ الْجَنَّةِ، وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ، وَصُفِّدَتِ الشَّيَاطِينُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1079]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1079]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતાની સાથે જ ત્રણ બાબતો પણ પ્રાપ્ત થાય છે: પહેલી: જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે, એક પણ દરવાજો બંધ નથી હોતો. બીજી: જહન્નમમાં દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને એક પણ દરવાજો ખુલ્લો નથી રહેતો. ત્રીજી: શૈતાન તેમજ બળવાખોર જિન્નોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે, એટલા માટે રમઝાન સિવાય અન્ય મહિનામાં તે લોકો જે કરી શકતા હોય છે તે રમઝાન મહિનામાં નથી કરી શકતા. એટલા માટે આ પવિત્ર મહિનાની મહાનતા ઘણી છે, અને અમલ કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તે નમાઝ, સદકા, ઝિકર, કુરઆન મજીદની તિલાવત તેમજ અન્ય નેકીના કામો વડે અનુસરણ કરે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી દૂર થઈ જાય.