عَنْ أُمِّ قَيْسٍ بِنْتِ مِحْصَنٍ رَضيَ اللهُ عنها:
أَنَّهَا أَتَتْ بِابْنٍ لَهَا صَغِيرٍ لَمْ يَأْكُلِ الطَّعَامَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَجْلَسَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَجْرِهِ، فَبَالَ عَلَى ثَوْبِهِ، فَدَعَا بِمَاءٍ، فَنَضَحَهُ وَلَمْ يَغْسِلْهُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 223]
المزيــد ...
ઉમ્મે કૈસ બિન્તે મિહસન રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
તેણી પોતાના નાના બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવી, જે હજુ ખાવાનું ખાતો ન હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તેણે આપના કપડાં પર પેશાબ કરી, આપે પાણી મગાવ્યું અને પાણીના છાંટા મારી દીધા, અને તેને ધોયું નહીં.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 223]
ઉમ્મે કૈસ બિન્તે મિહસન રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પોતાના નાના બાળકને લઈને આવ્યા, જે બાળકે હજુ ખોરાક લેવાનું શરૂ કર્યું ન હતું, તે બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખોળામાં બેસાડી દીધો, તો તે બાળકે આપના કપડાં પર પેશાબ કરી દીધી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પાણી મગાવ્યું અને કપડાં પર છીળકાવ કર્યો અને તે કપડાને ધોયું પણ નહીં.