عَنْ ‌أَبِي قَتَادَةَ السَّلَمِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 444]
المزيــد ...

અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 444]

સમજુતી

નબી ﷺ એ તાકીદ કરી છે કે જે વ્યક્તિ કોઈ પણ સમયે મસ્જિદમાં દાખલ થાય કોઈ પણ હેતુ માટે તો તે બેસતા પહેલા બે રકઅત નમાઝ પઢી લે, અને આ બંને રકઅતનું નામ તહય્યતુલ્ મસ્જિદ છે.

હદીષથી મળતા ફાયદા

  1. મસ્જિદમાં બેસતા પહેલા બે રકઅત નમાઝ તહય્યતુલ્ મસ્જિદ પઢવી જાઈઝ છે.
  2. આ આદેશ તેના માટે છે, જેનો ઈરાદો મસ્જિદમાં બેસવાનો હોય, જો મસ્જિદ માંથી તરત જ નીકળી જવાનો હોય તો પછી આ આદેશ તેના માટે નથી.
  3. જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય અને અન્ય નમાઝી નમાઝમાં હોય તો તેણે જમાઅતનો સાથ આપવો જોઈએ.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (57)
વધુ