عَن زَيْدِ بْنِ خَالِدٍ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ فَقَدْ غَزَا، وَمَنْ خَلَفَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ بِخَيْرٍ فَقَدْ غَزَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2843]
المزيــد ...
ઝૈદ બિન ખાલિદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું ગણાશે, અને જેણે અલ્લાહના માર્ગમાં જનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરી, તો તેણે પણ જિહાદ કર્યું એમ ગણાશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2843]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરનો સામાન, તેને જરૂર પડતા હથિયાર, સવારી, તેના ખાવાપીવાનો અને તેનો ખર્ચ વગેરેનો બંદોબસ્ત કરશે, તો ખરેખર તે પણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરનારો જ છે, અને તેને તેનો સવાબ પણ જરૂર મળશે.
એવી જ રીતે અલ્લાહના માર્ગમા જિહાદ (યુદ્ધ) કરનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરવી અને તેના નાયબ બનીને રહેવું, તો તે પણ જિહાદ (યુદ્ધ)ના હુકમમાં જ ગણવામાં આવશે.