عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا عَدْوَى، وَلَا طِيَرَةَ، وَيُعْجِبُنِي الْفَأْلُ» قَالَ قِيلَ: وَمَا الْفَأْلُ؟ قَالَ: «الْكَلِمَةُ الطَّيِّبَةُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2224]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2224]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અજ્ઞાનતાના કાળમાં લોકો એવો અકીદો ધરાવતા હતા કે બીમારી અલ્લાહના આદેશ વગર એક માથી બીજામાં જાય છે, અને અપશુકન લાગવું એ બાતેલ (અયોગ્ય) છે, અને તે એ કે પક્ષીઓ, જાનવરો, અપંગ લોકો, સંખ્યાઓ, દિવસો અથવા કોઈ પણ વસ્તુમાં માયૂસ (નિરાશાજનક) સમજવું, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ ઉડતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજી, તે કાર્ય છોડી દેતા. ફરી નબી ﷺ એ જણાવ્યું કે મને શુકન લેવું સારું લાગે છે, તે એ કે માનવી ખુશીના સમયે સારા શબ્દો કહે છે, અને તેના દ્વારા તો પોતાના પાલનહાર પાસે સારી ઉમ્મીદ રાખે છે.