عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْعَشْرُ أَحْيَا اللَّيْلَ، وَأَيْقَظَ أَهْلَهُ، وَجَدَّ وَشَدَّ الْمِئْزَرَ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1174]
المزيــد ...
ઉમ્મુલ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1174]
જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો બાકી રહેતા, ત્યારે નબી ﷺ આખી રાત અલ્લાહની ઈબાદત કરી જાગતા અને પોતાના ઘરવાળાઓને પણ નમાઝ માટે જગાડતા, સામાન્ય દિવસો કરતા વધારે ઈબાદત કરતા અને પોતાને સમર્પિત કરી દેતા અને પત્નીઓથી અલગ થઈ જતા હતા.