عَنْ عَائِشَةَ أُمِّ المؤْمِنينَ رَضِيَ اللهُ عَنْهَا:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَجْتَهِدُ فِي الْعَشْرِ الْأَوَاخِرِ مَا لَا يَجْتَهِدُ فِي غَيْرِهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1175]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1175]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો આવતા તો ખૂબ જ ઈબાદત કરતાં અને અલ્લાહનું અનુસરણ કરતાં તેમજ દરેક પ્રકારના ભલાઈના કામોમાં ઈબાદતોમાં ખૂબ ભાગ લેતા, તે રાતોની મહાનતાના કારણે, જેથી લૈલતુલ્ કદ્રને પ્રાપ્ત કરી શકે.