عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«تَحَرَّوْا لَيْلَةَ القَدْرِ فِي الوِتْرِ مِنَ العَشْرِ الأَوَاخِرِ مِنْ رَمَضَانَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2017]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર
ﷺએ કહ્યું:
«રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2017]
નબી ﷺએ આપણને ઘણા નેક અમલ કરી, મહેનત કરી તેમજ લેલતુલ્ શોધવા પર ઊભાર્યા છે, દર વર્ષે રમઝાનમાં છેલ્લા દસ દિવસોમાં તેની સંભાવના વધારે હોય છે, અને તે તારીખ: એકવીસ (૨૧), ત્રેવીસ (૨૩), પચ્ચીસ (૨૫), સત્યાવીસ (૨૭) અને ઓગણત્રીસ (૨૯) હોય છે.