+ -

عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رِجَالًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أُرُوا لَيْلَةَ القَدْرِ فِي المَنَامِ فِي السَّبْعِ الأَوَاخِرِ، فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَرَى رُؤْيَاكُمْ قَدْ تَوَاطَأَتْ فِي السَّبْعِ الأَوَاخِرِ، فَمَنْ كَانَ مُتَحَرِّيهَا فَلْيَتَحَرَّهَا فِي السَّبْعِ الأَوَاخِرِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2015]
المزيــد ...

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
નબી ﷺના સહાબાઓ માંથી કેટલાકને રાત્રે સપનામાં બતાડવામાં આવ્યું કે લલતુલ્ કદર રમઝાનના છેલ્લા સાત દિવસોમાં શોધો, આપ ﷺને જણાવ્યા બાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « હું જોઉં છું કે તમારા માંથી કેટલાકને લલતુલ્ કદર છેલ્લા અશરાના સાત દિવસોમાં બતાડવામાં આવી છે, એટલા માટે જે વ્યક્તિ તે રાતની શોધમાં હોય તો તે તેને છેલ્લા સાત દિવસોમાં શોધે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2015]

સમજુતી

નબી ﷺના કેટલાક સહાબાઓને લલતુલ્ કદર સપનામાં રમઝાનના છેલ્લા સાત દિવસોમાં બતાડવામાં આવી. તો નબી ﷺએ કહ્યું: હું જોઈ રહ્યો છું કે તમને સૌને લલતુલ્ કદર સપનામાં રમઝાનના છેલ્લા સાત દિવસોમાં બતાડવામાં આવી છે, તો જેને તેની ઈચ્છા હોય, તેની પ્રાપ્તિ માટે ચાહત હોય તો તેણે તેને શોધવામાં મહેનત કરવી જોઈએ, અને વધુમાં વધુ નેક અમલ કરવા જોઈએ, શક્ય છે કે તે રમઝાનના છેલ્લા સાત દિવસોમાં હોય, જે રમઝાનમાં ચોવીસમી રાત્રે શરૂ થશે, જો રમઝાન ત્રીસ દિવસનો હશે તો, જો રમઝાનનો મહિનો ઓગળત્રીસ દિવસનો હશે તો પછી તે ત્રેવીસમી રાત્રે શરૂ થઈ જશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી الصربية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. લલતુલ્ કદરની મહત્ત્વતા અને તેને શોધવા પર તાકીદ કરી છે.
  2. અલ્લાહ તઆલાની હિકમત અને રહેમતથી તે રાતને છુપાવવામાં આવી છે, જેથી લોકો ઈબાદત કરવામાં મહેનત કરે, તે રાતને શોધે જેથી તેમના સવાબમાં વધારો થઈ શકે.
  3. લેલતુલ્ કદર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં અથવા છેલ્લા સાત દિવસો માંથી કોઈ એક રાત હોઈ શકે છે.
  4. લયલતુલ્ કદર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં કોઈ એક રાતમાં હોય છે, અને આ તે રાત છે, જેમાં આપ ﷺ પર કુરઆન ઉતારવામાં આવ્યું, તે રાતને તેની બરકતો અને ભલાઈઓના કારણે અને નેક અમલના અસરથી તેને હજાર રાત કરતા પણ વધારે બરકત વાળી કહી છે.
  5. આ રાતનું નામ (લયલતુલ્ કદર) રાખવામાં આવ્યું, દાલ પર જઝમ પઢતા તેનો અર્થ થાય છે કે પ્રતિષ્ઠિત, કહેવામાં આવ્યું: ફુલાનુન અઝીમુલ્ કદ્રિ, અરબી વ્યાકરણ પ્રમાણે તેની ગુણવત્તાના છુપાવવામાં આવી છે, જેનો અર્થ થાય છે પ્રતિષ્ઠિત રાત, અર્થાત્, તે રાત પવિત્ર, મહાન અને બરકતો વાળી રાત છે, (અમે આ કુરઆનને પવિત્ર રાતમાં ઉતાર્યું) [દુખાન: ૩], અથવા તકદીર (અંદાજો): શક્ય છે કે તે એ રીતે પણ આ રાત પ્રતિષ્ઠિત છે કે આ રાતમાં વર્ષમાં શુ થવાનું છે તેનો અંદાજો નક્કી થતો હોય છે, (તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે) [અદ્ દુખાન: ૪].