عَنْ ابْنَ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا، وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1900]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1900]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રમઝાન મહિનો શરૂ થવા અને ખતમ થવાની નિશાની જણાવતા કહ્યું: જ્યારે તમે રમઝાનનો ચાંદ જોવો તો રોઝા રાખો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો, અને જો શવ્વાલ મહિનાનો ચાંદ નજર આવી જાય, તો રોઝા છોડી દો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાનના મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો.