عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ يَقُمْ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 35]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે»
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 35]
આ હદીષમાં નબી ﷺ પવિત્ર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં લૈલતુલ્ કદરની મહત્ત્વતા જણાવી રહ્યા છે, નિઃશંક જે વ્યક્તિ આ રાત્રિ તથા તેની મહત્ત્વતા પર ઈમાન રાખી, અને અલ્લાહ તરફથી મળવાવાળા સવાબની આશા રાખી રિયાકારી અને દેખાડાથી બચીને આ રાતમાં જાગીને ઈબાદત કરે, જેમકે નમાઝ પઢે, દુઆઓ કરે, કુરઆનની તિલાવત કરે અને અન્ય બીજી દુઆઓ પઢે તો તેના પાછલા ગુનાહો (પાપો) માફ કરી દેવામાં આવે છે.