+ -

عَنْ جَابِرٍ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ: سُبْحَانَ اللهِ العَظِيمِ وَبِحَمْدِهِ، غُرِسَتْ لَهُ نَخْلَةٌ فِي الجَنَّةِ».

[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3464]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ (આ કલિમો) કહશે: "સુબ્હાનલ્લાહિલ્ અઝીમ વ બિહમ્દિહિ", અર્થ: (અલ્લાહ તેની મહાનતા સાથે પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે), તો તેનાં માટે જન્નતમાં ખજૂર નું એક ઝાડ ઉગાડવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3464]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઝિક્ર પઢશે: ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે) તે અત્યંત પવિત્ર છે ("અલ્ અઝીમ" મહાન છે) તેની ઝાત, તેના ગુણો અને કાર્યોમાં અત્યંત મહાન, ("વ બિહમ્દિહિ" તેના માટે જ પ્રશંસા છે) ગુણોની સંપૂર્ણતાનો એકરાર; જેટલી વાર તે આ ઝિકર પઢશે એટલી વાર જન્નતમાં એક ખજૂરનું ઝાડ રોપવામાં આવશે.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહના ઝિક્ર કરવા તરફ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તે ઝિક્ર માંથી છે: તેની તસ્બીહ (પવિત્રતા વર્ણન કરવી) અને તહમીદ (વખાણ કરવા).
  2. જન્નત અત્યંત વિશાળ છે, તેમાં રોપાણ અલ્લાહની તસ્બીહ અને તહમીદ છે, તે અલ્લાહની ભવ્ય કૃપા અને નેઅમત છે.
  3. આ હદીષમાં અન્ય ઝાડ કરતા ખજૂરના ઝાડનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કારણકે ખજૂરનું ઝાડ ખૂબ ફાયદાકારક હોય છે, તેનું ફળ ખૂબ સારું હોય છે; એટલા માટે અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં મોમિન લોકોના ઇમાનનું ઉદાહરણ ખજૂરના ઝાડ વડે આપ્યું છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી તેલુગું સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية Malagasy الجورجية الماراثية
ભાષાતર જુઓ
વધુ