عن أَبِي مُوسَى الأَشْعَرِيِّ رضي الله عنه: أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْجَنَّةَ»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 574]
المزيــد ...
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 574]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોને બે ઠંડા સમયની બે નમાઝો પઢવા પર ઉભારી રહ્યા છે, અને તે બે નમાઝો એટલે કે ફજર અને અસરની નમાઝ છે, અને તે વ્યક્તિ માટે ખુશખબર, જે તે બંને નમાઝોને તેના સમયે, તેના હક અને જમાઅત સાથે પઢતા લઈને આવશે, તે બન્ને નમાઝો જન્નતમાં પ્રવેશ મેળવવાનું કારણ બનશે.