عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5645]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5645]
આપ ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ મોમિન બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો તેને અલ્લાહ તઆલા પોતાની જાન, માલ અથવા ઘરવાળો પ્રત્યે તકલીફમાં અજમાયશ કરે છે, કારણકે તેના કારણે તે બંદો અલ્લાહ સમક્ષ આજીજી કરી દુઆ કરે છે, તો તેના ગુનાહો માફ કરી દેવામાં આવે છે અને તેનો દરજ્જો ઊંચો કરી દેવામાં આવે છે.