+ -

عَنِ البَرَاءِ بْنِ عَازِبٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«المُسْلِمُ إِذَا سُئِلَ فِي القَبْرِ: يَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ»، فَذَلِكَ قَوْلُهُ: {يُثَبِّتُ اللَّهُ الَّذِينَ آمَنُوا بِالقَوْلِ الثَّابِتِ فِي الحَيَاةِ الدُّنْيَا وَفِي الآخِرَةِ} [إبراهيم: 27].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4699]
المزيــد ...

બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«મુસલમાનને જ્યારે કબરમાં સવાલ કરવામાં આવશે તો તે ગવાહી આપશે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે», અલ્લાહ તઆલા કહે છે: {ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.} [સૂરે ઈબ્રાહીમ: ૨૭].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4699]

સમજુતી

કબરમાં મોમિનને સવાલ કરવામાં આવશે, તેને સવાલ કરવા માટે બે ફરિશ્તાઓ નક્કી છે, જેમનું નામ મુન્કર અને નકીર છે, જેવું કે તે બંનેના નામનું વર્ણન ઘણી હદીષોમાં થયું છે, તો તે ગવાહી આપશે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાની વાતની પુષ્ટિ કરવા માટે કુરઆન મજીદની આ આયત પઢી, જેમાં અલ્લાહ તઆલાએ કહ્યું: {ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.} [સૂરે ઇબ્રાહિમ: ૨૭].

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية Kinyarwanda الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કબરમાં સવાલ થવા અનિવાર્ય છે.
  2. દુનિયા અને આખિરતમાં અલ્લાહ તઆલાની કૃપા તેના મોમિન બંદાઓ પર જેણે આ ઠોસ વાત પર અડગ રાખ્યા.
  3. તોહીદની ગવાહીની અને તેના પર મૃત્યુ પામવાની મહત્ત્વતા.
  4. અલ્લાહ તઆલા મોમિનોને ઇમાન પર અડગ રહેવા, સત્ય માર્ગ પર અડગ રહેવા અને મૃત્યુના સમયે તોહીદ પર કાયમ રહેવા અને કબરમાં ફરિશ્તાઓના સવાલ વખતે અડગ રાખે.
વધુ