+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
أَوْصَانِي خَلِيلِي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِثَلاَثٍ: صِيَامِ ثَلاَثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ، وَرَكْعَتَيِ الضُّحَى، وَأَنْ أُوتِرَ قَبْلَ أَنْ أَنَامَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1981]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1981]

સમજુતી

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે તેમના પ્રિય અને તેમના સાથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને ત્રણ વાતોની નસીહત કરી અને તેમને ત્રણ સારી આદતો તરફ ધ્યાન દોર્યું:
પહેલી: પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા.
બીજી: પ્રત્યેક દિવસે ચાષ્તની બે રકઅત નમાઝ પઢવી.
ત્રીજી: સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી; આ તે લોકો માટે જેમને ભય હોય છે કે તેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી નહીં શકે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમયાંતરે પોતાના સહાબાઓને અલગ અલગ વસિયત કરતા હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓની સ્થિતિ અને તેમની હાલત પ્રમાણે યોગ્ય નસિંહત અને વસિયત કરતા હોય છે, શક્તિશાળી માટે જિહાદની વસિયત, ઈબાદત કરનાર માટે ઈબાદતની વસિયત અને મુઅલ્લિમ માટે ઇલ્મ જેવી નસીહત.
  2. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મહિનાના ત્રણ રોઝા રાખવા જેનો જાહેર અર્થ એ કે તેનાથી મુરાદ દર મહિનાના અય્યામેં બિઝ, અર્થાત્ તેર, ચૌદ અને પંદરમાં ચાંદનો રોઝો રાખવો.
  3. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સૂતા પહેલા વિતર પઢવી, તે વ્યક્તિ માટે જે રાત્રે ઉઠી પઢી ન શકે.
  4. આ ત્રણેય અમલની મહત્ત્વતા; આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઘણી વખત પોતાનો સહાબાઓને વસિયત કરી છે.
  5. ઈમામ ઈબ્ને દકીક અલ્ ઇદી રહિમહુલ્લાહએ કહ્યું: (બે રકઅત ચાષ્તની નમાઝ): કદાચ આ હદીષમાં ચાષ્તની કમસે કમ નમાઝ પઢવાનો પુરાવો મળે છે, તેની સંખ્યા બે રકઅત છે.
  6. ચાષ્તની નમાઝનો સમય: સૂર્યોદયના લગભગ પંદર મિનિટ પછી, ઝોહરની નમાઝની દસ મિનિટ પહેલા સુધી રહે છે, તેની સંખ્યા: કમસે કમ બે રકઅત, વધુમાં વધુ રકઅત બાબતે વિવાદ જોવા મળે છે, કેટલાક કહે છે કે આઠ રકઅત, કેટલાક કહે છે કે તેની કોઈ સીમા નથી.
  7. વિતરનો સમય: ઇશાની નમાઝ પછીથી લઈ કે ફજરની નમાઝ સુધી હોય છે, ઓછામાં ઓછી એક રકઅત પઢવી, વધુમાં વધુ અગિયાર રકઅત પઢવી.