عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صلى الله عليه وسلم أنه قال:
«وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ إِلَّا كَانَ مِنْ أَصْحَابِ النَّارِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 153]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 153]
આ હદીષમાં નબી ﷺએ કસમ ખાઈ કહ્યું કે આ કોમનો કોઈ પણ વ્યક્તિ, જે યહૂદી હોય કે નસ્રાની હોય અથવા અન્ય સમુદાયનો હોય, જો તેની પાસે નબી ﷺના આદેશો પહોંચ્યા હોય અને પછી તે ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે હંમેશા માટે જહન્નમમાં જશે.