+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا يَزَالُ البَلاَءُ بِالمُؤْمِنِ وَالمُؤْمِنَةِ فِي نَفْسِهِ وَوَلَدِهِ وَمَالِهِ حَتَّى يَلْقَى اللَّهَ وَمَا عَلَيْهِ خَطِيئَةٌ».

[حسن] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2399]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી બન્ને પર તેના પ્રાણ, તેના સંતાન અને તેના માલમાં મુસીબતો આવતી રહે છે, અહીં સુધી કે જ્યારે તે પોતાના પાલનહાર સાથે મુલાકાત કરે છે, તો તેના પર કંઈ પણ ગુનાહ હોતા નથી».

[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2399]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: મોમિન પુરુષ અને સ્ત્રી પરથી અજમાયશ ક્યારેય ખતમ નથી થતી, તેના પ્રાણ, તેના સ્વાસ્થ્ય, તેના શરીર અને તેની સંતાનમાં બીમારી, મૃત્યુ અને નાફરમાની રૂપે તેમજ અન્ય રીતે પણ અજમાયશ સતત થતી રહે છે, અને તેના માલમાં અછત, તંગી, ચોરી અને તેના વેપારના મંદી નાખી, તેમજ તંગ કરી તેની અજમાયશ થાય છે, અહીં સુધી કે તેના પર કોઈ ગુનોહ હોતો નથી, અને તે પોતાના પાલનહારથી સંપૂર્ણ પવિત્ર તેમજ ગુનાહોથી પવિત્ર થઈ મુલાકાત કરે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ તઆલાની પોતાના બંદાઓ પર અત્યંત દયા કે તે દુનિયામાં જ તેમને ગુનાહોથી પાક કરે છે, દુનિયામાં આવતી મુસીબતો અને તકલીફો વડે.
  2. ફક્ત ઇમાનની સ્થિતિમાં જ બંદાના ગુનાહો માફ થાય છે, જ્યારે બંદો સબર કરે અને ગુસ્સો ન કરે.
  3. દરેક કાર્ય માટે ધીરજ રાખવા પર ઉભાર્યા છે, તે દરેક કામ, જે પસંદ હોય કે ન હોય, અને ત્યાં સુધી તેના પર ધીરજ રાખે, જ્યાં સુધી તે અલ્લાહના આદેશનું અનુસરણ ન કરી લે, અને ત્યાં સુધી પણ ધીરજ રાખે, જ્યાં સુધી તે અલ્લાહએ પ્રતિબંધિત કરેલ કાર્યોથી દૂર થઈ જાય, અને આ દરેક કામ અલ્લાહ પાસે સવાબની આશા રાખીને કરે.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી" મોમિન સ્ત્રી શબ્દનો વધારો કરવામાં આવ્યો, સ્ત્રી માટે તાકીદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે, જો કે ફક્ત મોમિન કહેવું પૂરતું હતું, જેમાં મોમિન પુરુષ અને સ્ત્રી બન્નેનો સમાવેશ થઈ જતો, કારણકે ફક્ત પુરુષો માટે ખાસ નથી, જ્યારે કોઈ સ્ત્રી તકલીફ અથવા મુસીબતમાં સપડાય છે, તો તેના પણ ગુનાહને માફ કરી દેવામાં આવે છે.
  5. જે વસ્તુ બંદા પર આવતી સતત મુસીબતોને સરળ બનાવે છે, તે મુસીબતો દ્વારા મળતી ખૂબી છે.
વધુ