عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيَّ رَضِيَ اللَّهُ عَنْهُ -وَكَانَ غَزَا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ثِنْتَيْ عَشْرَةَ غَزْوَةً- قَالَ: سَمِعْتُ أَرْبَعًا مِنَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَعْجَبْنَنِي، قَالَ:
«لاَ تُسَافِرِ المَرْأَةُ مَسِيرَةَ يَوْمَيْنِ إِلَّا وَمَعَهَا زَوْجُهَا أَوْ ذُو مَحْرَمٍ، وَلاَ صَوْمَ فِي يَوْمَيْنِ: الفِطْرِ وَالأَضْحَى، وَلاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ، وَلاَ بَعْدَ العَصْرِ حَتَّى تَغْرُبَ، وَلاَ تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ: مَسْجِدِ الحَرَامِ، وَمَسْجِدِ الأَقْصَى، وَمَسْجِدِي هَذَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1995]
المزيــد ...
અબૂ સ્ઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ નબી ﷺ સાથે બાર યુદ્ધોમાં ભાગ લીધો હતો, તેઓએ કહ્યું: મેં નબી ﷺ પાસેથી ચાર વાતો સાંભળી, જે મને સારી લાગી, નબી ﷺ એ કહ્યું:
«કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય, અને બે દિવસે રોઝા ન રાખે, એક ઇદુલ્ ફિત્રના દિવસે અને એક ઇદુલ્ અઝ્હાના દિવસે, ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ નમાઝ નથી, અને ત્રણ મસ્જિદો સિવાય બીજી કોઈ પણ જગ્યાએ સફર માટે સામાન તૈયાર કરવામાં ન આવે, એક મસ્જિદે હરામ, બીજું મસ્જિદે નબવી, ત્રીજું મસ્જિદે અકસા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1995]
આ હદીષમાં નબી ﷺ એ ચાર પ્રકારના કામોથી રોક્યા છે:
પહલું: સ્ત્રીને બે દિવસ કે તેથી વધારે પોતાના પતિ કે કોઈ મહરમ વગર સફર કરવાથી રોકવામાં આવી છે, અને મહરમ તે સગા સંબંધીઓ માંથી તે છે જેની જોડે તેના માટે હંમેશા શાદી કરવી હરામ હોય, જેમકે પિતા, પુત્ર, ભત્રીજો, ભાળીયો, કાકા, માંમાં, વગેરે.
બીજું: અને બે દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, એક ઇદુલ્ ફિત્રનો દિવસ અને બીજો ઇદુલ્ અઝ્હાનો દિવસ, તે કોઈ પણ પ્રકારનો રોઝો કેમ ન હોય, જેમકે નઝરનો રોઝો, નફલી રોઝો, અથવા કફ્ફારાનો રોઝો.
ત્રીજું: ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા છે.
ચોથું: કોઈ પણ જગ્યાનો તેની મહાનતા સમજી અથવા આ ત્રણ મસ્જિદો સિવાય કોઈ પણ જગ્યાનો એવી માન્યતા રાખી સફર કરવો કે ત્યાં જવાથી નેકીઓમાં વધારો થશે, તો આમ કરવાથી રોકવામાં આવ્યા છે, તેથી આ ત્રણ મસ્જિદો, એક મસ્જિદે હરામ, બીજી મસ્જિદે નબવી, ત્રીજી મસ્જિદે અકસા સિવાય બીજી કોઈ જગ્યાએ નમાઝ પઢવાની નિયતથી સફર કરવામાં ન આવે; કારણકે આ ત્રણ મસ્જિદો સિવાય અન્ય મસ્જિદોમાં નમાઝ પઢવાથી સવાબમાં વધારો થતો નથી.