+ -

عَنْ حُذَيْفَةَ رضي الله عنه قَالَ:
كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَانْتَهَى إِلَى سُبَاطَةِ قَوْمٍ، فَبَالَ قَائِمًا، فَتَنَحَّيْتُ فَقَالَ: «ادْنُهْ» فَدَنَوْتُ حَتَّى قُمْتُ عِنْدَ عَقِبَيْهِ فَتَوَضَّأَ فَمَسَحَ عَلَى خُفَّيْهِ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 273]
المزيــد ...

હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હાતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક કોમના કચરો ફેંકવાની જગ્યાએ આવ્યા અને ઊભા ઊભા પેશાબ કરી, તો હું થોડોક દૂર જતો રહ્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «નજીક આવો», તો હું એટલો નજીક આવ્યો કે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની એડીઓની નજીક ઊભો થઈ ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વઝૂ કર્યું અને બંને મોઝા પર મસોહ કર્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 273]

સમજુતી

આ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) જણાવી રહ્યા છે કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પેશાબ કરવાનો ઇરાદો કર્યો, તો તેઓ એક કોમના કચરા ફેંકવાની જગ્યાએ આવ્યા; આ તે જગ્યા છે જ્યાં ઘરોના કચરો અને ગંદકી ફેંકવામાં આવે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ત્યાં ઊભા રહીને પેશાબ કરી, સામન્ય રીતે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) બેસીને જ પેશાબ કરતાં હતા.
તો હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) તેમનાથી દૂર થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને કહ્યું: નજીક આવો, તો હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) તેમની નજીક આવ્યા, અહીં સુધી કે તેમના પગની નજીક આવીને ઊભા થઈ ગયા, જેથી તે તેમના માટે આ સ્થિતિમાં પડદો બની જાય.
ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વઝૂ કર્યું, અને પગ ધોવાની જગ્યાએ ફક્ત મોઝા પર મસોહ કર્યો, -તે મોઝા જેને પાતળા ચામડા વડે બનાવવામાં આવ્યા હતા, અને જેને પગમાં પહેરવામાં આવે છે, જે બંને ઘૂંટીઓને ઢાંકે છે-, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) બંને મોઝાને કાઢ્યા નહીં.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصومالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ચામડાના મોજાં પર મસોહ કરવો જાઈઝ છે.
  2. ઊભા રહી પેશાબ કરવી જાઈઝ છે, પણ શરત એ છે કે કોઈ નુકસાન (જેમકે શરીરને પેશાબના છાંટા ઉડવા) ન થાય.
  3. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એક કચરાના ઢગલાની જગ્યાને એટલા માટે પસંદ કરી, કે સામાન્ય રીતે તે જગ્યા નરમ હોય છે, અને ત્યાં ઊભા રહિ પેશાબ કારવથી છાંટા ઉડતા નથી.